South Africa Tourist Visa: દક્ષિણ આફ્રિકાએ ભારતીયો માટે વિઝા પ્રક્રિયા સરળ બનાવતાં નવી ડિજીટલ એન્ટ્રી ટ્રાવેલ એગ્રિમેન્ટ સિસ્ટમ(ETA) શરુ કરી છે. ટુરિઝમ ઈકોનોમીને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે દક્ષિણ આફ્રિકાના પર્યટન મંત્રી પેટ્રિકા ડે લિલેએ આ નવી ETA સિસ્ટમની જાહેરાત કરી હતી. જેમાં ટૅક્નોલૉજીની મદદથી વધુ અસરકારક ઈ-વિઝા સુવિધા આપશે.
વિઝા પ્રક્રિયા ઝડપી બનશે
વિઝાની જરૂરિયાતોને ધ્યાનમાં લેતાં મંત્રાલયે તમામ સાઉથ આફ્રિકન મિશન્સ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની સંખ્યા ઘટાડી ત્રણ કરી છે. જેમાં વધુ પડતાં ડોક્યુમેન્ટ્સનો બોજો દૂર કરાતાં પ્રવાસીઓ સરળતાથી અને ઝડપી વિઝા પ્રાપ્ત થશે. આ નવી ટુર ઓપરેટર સ્કીમના પ્રથમ તબક્કામાં જ ભારતીય ઓપરેટર્સ તરફથી 23 અરજીઓ થઈ ચૂકી છે. ગ્રૂપ ટ્રાવેલર્સ માટે બલ્ક વિઝા પ્રોસેસ પણ સક્ષમ બનશે.
આ પણ વાંચોઃ કોલ્ડ ડ્રિંક્સ, સિગારેટ અને તંબાકુ થશે મોંઘા, 35% સુધી નવો GST દર લાગુ કરવાની તૈયારી
ડાયરેક્ટ ફ્લાઇટ રૂટ પર વધારાશે
વધુમાં પર્યટન મંત્રીએ દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ રૂટ વધારવા ભારતની ટોચની એરલાઇન એર ઇન્ડિયા, ઇન્ડિગો એર સાથે બેઠકો યોજશે જેથી મુંબઈ અને જોહ્ન્સબર્ગ વચ્ચે 2015માં બંધ કરાયેલી ડાયરેક્ટ ફ્લાઇટ રૂટ ફરીથી શરુ કરી શકાય.
1 લાખ ભારતીય પ્રવાસીઓને આકર્ષવાનો અંદાજ
દક્ષિણ આફ્રિકા સતત પોતાની ટુરિસ્ટ વિઝા પોલિસીનું સરળીકરણ કરી રહી છે. જેની મદદથી તે આ વર્ષના અંત સુધીમાં 1 લાખ ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માગે છે. દક્ષિણ આફ્રિકાના કુલ વિદેશી પ્રવાસીઓમાં ભારતીયોનો હિસ્સો 3 ટકા છે. થોડા મહિના અગાઉ જ તેણે ભારતીય અને ચીનના પ્રવાસીઓ માટે 90 દિવસના ટુરિસ્ટ વિઝા આપવાની નવી ઓફર જાહેર કરી હતી. જેમાં મુલાકાતીઓ 90 દિવસ સુધી વિઝા-ફ્રી વિઝિટ કરી શકે છે. આ ઓફર જાન્યુઆરી, 2025થી લાગુ થવાની શક્યતા છે. હાલ દક્ષિણ આફ્રિકાની મુલાકાત માટે ટુરિસ્ટ વિઝા અનિવાર્ય છે. નવી પોલિસીમાં શોર્ટ ટર્મ સાઉથ આફ્રિકન ટુરિસ્ટ વિઝા માટે અરજી કરતાં 90 દિવસ વિઝા-ફ્રી મુલાકાત લેવાની મંજૂરી મળશે.