- પાણી પુરવઠા તંત્રે જોડાણ કાપી નાંખતા સ્થાનિકોની હાલત કફોડી
- સુંધલ નગર સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી આપવામાં આવતું નથી
- અધિકારીઓને પૂછતા તેઓએ આ બાબતે યોગ્ય જવાબ આપેલ નથી
થરાદ તાલુકાના અભેપુરા ગ્રામ પંચાયતમાં આવેલ બાલાજી નગર સોસાયટી, ન્યુ શિવશક્તિ અને સુંધલ નગર સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી આપવામાં આવતું નથી. રહીશોએ જવાબદાર અધિકારીને રજૂઆત કરતા તેઓએ જણાવેલ કે આ લાઇન ખાનપુર ગ્રામ પંચાયતની છે. તો ચારડા ગ્રામ પંચાયતમાં શું પાણી ના આપી શકાય અને જો આપી શકાય તો કયા કારણસર બંધ કરવામાં આવેલ છે. અધિકારીઓને પૂછતા તેઓએ આ બાબતે યોગ્ય જવાબ આપેલ નથી. તેવા આક્ષેપો કરવામાં આવ્યા તેમજ લાઈનમેન દ્વારા આ અંગે ઉપરની ઓફિસમાં રજૂઆત કરવા જણાવેલ. આ પ્રશ્ન છેલ્લા દસ વર્ષથી છે. બાલાજીનગરમાં પંચાયત દ્વારા પાણીની ટાંકી પણ બનાવવામાં આવી છે અને જે કાયદેસર પાણી પુરવઠા દ્વારા જે તે સમયે મંજૂરી પણ મળેલ છે. તો હાલ કયા કારણસર બંને સોસાયટીના પાણીના કનેક્શન કટ કરવાનો આદેશ આપેલ છે અને આમ જનતાને પાણી પૂરું પાડવું એ પાણી પુરવઠાની ફરજ છે. તો આ છાશવારે અધિકારીઓ દ્વારા આવું વર્તન કેમ કરવામાં આવે છે ? અને સોસાયટીને પાણી આપવામાં કાયદેસર કરવાની જવાબદારી કોની અને પાઇપ લાઇન નાખવાની જવાબદારી પંચાયત કે પાણી પુરવઠાને છે, તો આ અંગે યોગ્ય નિકાલ લાવવામાં નહીં આવે તો બાલાજીનગર સોસાયટી, ન્યુ શિવશક્તિ અને સુંધલનગરના રહેશો ગાંધી ચીંધ્યા માર્ગે લડત શરૂ કરશે.