- શુભાકારી પ્રથમ દિવસે વાળીનાથ મંદિરે કીડિયારું ઉભરાયું
- બાપુની રજતતુલા તેમજ સાકર તુલા કરવામાં આવી હતી
- રાત્રીના ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું છે
વિસનગર તાલુકાના તરભ વાળીનાથ અખાડા નૂતન મંદિરમાં મહાશિવલિંગનું સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ વહેલી સવારથી વાળીનાથ શિવમંદિરે આવી પહોચ્યા હતા અને વાળીનાથ ભગવાનના દર્શન કરી પાવન થયા હતા. તેમજ દાતાઓ તરફથી પ.પૂ.1008 જયરામગીરી બાપુની રજતતુલા તેમજ સાકર તુલા કરવામાં આવી હતી.
રજતતુલાના દાતાઓ તળજાભાઈ રૂડાભાઈ મોટીદાઉ-સુરત, ધીરૂભાઈ નાગજીભાઈ ધુમાસણ તરફથી 91 કિલો ચાંદીથી જયરામગીરી બાપુની રજતતુલા કરવામાં આવી હતી. તેમજ દિવસભર સંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સંતો, મહંતો, દાતાઓ, સેવકો અને દર્શનાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાત્રીના ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું છે.