તરભ પ્રતિષ્ઠા મહોત્સવ : 1,100 કુંડાત્મક અતિરુદ્ર હોમનો પ્રારંભ

HomeVisnagarતરભ પ્રતિષ્ઠા મહોત્સવ : 1,100 કુંડાત્મક અતિરુદ્ર હોમનો પ્રારંભ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • તરભ વાળીનાથ મંદિરને પાંચ કરોડનું દાન મળ્યું
  • પાંચ દિવસમાં 15 હજાર યજમાન પૂજામાં બેસશે
  • 1300 ભૂદેવો પાંચ યજ્ઞ કરશે

વિસનગર તાલુકાના તરભ વાળીનાથ અખાડા નૂતન મંદિરમાં મહાશિવલિંગનું સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના ચોથા દિવસે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ વહેલી સવારથી વાળીનાથ શિવમંદિરે આવી પહોચ્યા હતા. પ્રથમ કુંડાત્મક અતિરુદ્ર હોમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારપછી શિવ સહસ્ત્રાર્યન પંચવકત્રપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ આચાર્ય ચિરાગભાઈ જોષી અને વિદ્વાન ભૂદેવો દ્વારા દાતાઓના હસ્તે અરણી મંથન અગ્નિ પ્રાગટય કરાયું હતું. જેમાં 2600 યજમાનો યજ્ઞમાં બેઠા હતા. હજી પાંચ દિવસમાં 15 હજાર યજમાન પૂજામાં બેસશે. જેમાં 1300 ભૂદેવો પાંચ યજ્ઞ કરશે.

તરભ વાળીનાથ અખાડા સુવર્ણ શિખરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના ચાર દિવસ દરમિયાન લાખો ભક્તોએ વાળીનાથ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો. તેમજ 11 વાગ્યે કુંડાત્મક અતિરુદ્ર હોમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ દિવસભર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. પ.પૂ.જયરામગિરિબાપુનું રજતતુલા તેમજ નૂતન શિવાલયના મુખ્ય ગર્ભગૃહ તેમજ શિવલિંગના પ્રાણપ્રતિષ્ઠાના દાતા તળજાભાઈ ચુડાભાઈ દેસાઈ, વિપુલભાઈ પરિવાર, મોટી દાઉ(સુરત) દ્વારા પાંચ કરોડનું દાન અપાયું હતું.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon