- પહેલી વખત વેરાવળના દરિયા કિનારેથી ઝડપાયું ડ્રગ્સ
- FSLની તપાસમાં હેરોઈન હોવાનો ખુલાસો થયો
- ફિશિંગ બોટના 9 ખલાસીઓનું ઈન્ટરોગેશન કરવામાં આવી રહ્યું છે
દેશમાં ડ્રગ્સ સપ્લાય માટે નવી લાઈન શરૂ થઇ છે. જેમાં પહેલી વખત વેરાવળના દરિયા કિનારેથી ડ્રગ્સ ઝડપાયું છે. અંદાજીત 350 કરોડનું હેરોઈન ઝડપાયું છે. તેમાં વેરાવળ બંદરેથી 50 કિલો હેરોઈન ઝડપાયું છે.
ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં વધુ એક મોટી સફળતા
ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં વધુ એક મોટી સફળતા મળી છે. જેમાં રૂ.350 કરોડનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂ.350 કરોડના 50 કિલો સિલ બંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં SOG અને NDPS ની ટીમ દ્વારા ઓપરેશન સંયુક્ત રીતે અને સફળતાપૂર્વક પાર પડાયું છે. આ ઓપરેશન અંતર્ગત ત્રણ મુખ્ય આરોપીઓ સહિત 9 આરોપીઓની ધડપકડ કરવામાં આવી છે.
FSLની તપાસમાં હેરોઈન હોવાનો ખુલાસો થયો
FSLની તપાસમાં હેરોઈન હોવાનો ખુલાસો થયો છે. તેમજ ફિશિંગ બોટના 9 ખલાસીઓનું ઈન્ટરોગેશન કરવામાં આવી રહ્યું છે. તેમાં રાજકોટથી ડિલિવરી લેવા વેરાવળ આવ્યા હતા. તેથી SOG અને LCB દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ નશીલા પદાર્થની ડિલિવરી લેવા રાજકોટથી અમુક ઈસમો વેરાવળ બંદરમાં આવ્યા હોવાની માહિતી સુરક્ષા એજન્સીને મળતા તે દિશામાં પણ તપાસ થઇ રહી છે.
યુવાધનને બરબાદ કરવાના રેકેટનો પર્દાફાશ થયો
યુવાધનને બરબાદ કરવાના રેકેટનો પર્દાફાશ થયો છે. અરબી સમુદ્રમાં દરિયાઈ માર્ગે આવતા નશીલા પદાર્થના મોટા જથ્થાને સુરક્ષા એજન્સીએ ઝડપી પાડ્યો છે. સૂત્રોમાંથી માહિતી વિગતો મુજબ વેરાવળ નજીકના સમુદ્રમાંથી સુરક્ષા એજન્સીઓને મળેલી બાતમીના આધારે એક ફિશિંગ બોટમાં વેરાવળ બંદર ઉપર આવી રહેલા હેરોઇનના મોટા જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે.