- કોડીનારના ડોળાસા ગામે રામવાડી રહેણાંક વિસ્તારમાં સાવજના ધામા
- ગત વર્ષે વનવિભાગે અભિયાન ચલાવી એક જ વાડીમાંથી છ દીપડા પકડયા હતા
- અહી સિંહ દીપડા જેવા હિંસક પ્રાણીઓ ઘણા લાંબા સમયથી પડયા પાથર્યા રહે છે
કોડીનાર તાલુકાના ડોળાસા ગામે બોડીદર રોડ પર આવેલી રામવાડી રહેણાંક વિસ્તારમાં સાવજનું ટોળું ધામા નાખીને પડયું છે.હાલ શેરડી બાજરી જેવા ઉંચા પાક પૂરા થતા જમીન ખુલ્લી થઈ છે. તેથી હવે પડતર મકાનમાં પણ પડયા રહે છે અને આ રાનીપશુઓ દ્વારા મારણ કરવાની ઘટના રોજની છે પણ હવે તો ધોળા દાડે દેખા દેવા લગતા લોકોમાં ખાસ કરીને ખેડૂત વર્ગમાં ભય ફેલાયો છે.
ડોળાસાથી બોડીદર રોડ પર આવેલ રામવાડી નામના રહેણાંકી અને વાડી વિસ્તાર પણ છે.અહી સિંહ દીપડા જેવા હિંસક પ્રાણીઓ ઘણા લાંબા સમયથી પડયા પાથર્યા રહે છે. ચોમાસા શિયાળામાં તો શેરડી,કપાસ,,બાજરી જેવા ઊંચા મોલ માં છુપાઈ રહે અને રાત્રીના શિકાર કરે પણ હાલ ઉનાળો હોય મોટા ભાગના મોલની કાપણી થઈ ગઈ છે.તેથી આ રાનીપશુઓને છુપાવાની જગ્યા મર્યાદિત રહી છે.તેથી હવે ધોળા દિવસે સિંહ, દીપડા જેવા પ્રાણીઓ દેખાવા લાગ્યા છે અને બિનવારસી ઢોરનું મારણ રોજની ઘટના છે. આ જંગલી જાનવરો છેલ્લા ત્રણ વર્ષ થી આ વિસ્તારમા જોવા મળે છે.ગત વર્ષ વન વિભાગને દીપડા પકડવાનું અભિયાન ચલાવવું પડયું હતું અને આ વિસ્તારમાં રહેતા કાળુભાઈ બારડની એક જ વાડીમાથી છ દીપડા પાંજરે પુરાયા હતા.ત્યારે હજુ આ વિસ્તારમાં રાની પશુઓના ધામા હોય વન વિભાગ તુરત કાર્યવાહી કરી દીપડાઓને પાંજરે પુરે તેવી વિજયસિંહ પરમારે માંગ કરી છે.