- 34 વિદ્યાર્થીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ
- ઝાડા-ઉલ્ટીના કેસ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું
- ફૂડ પોઇઝનીંગ થવા પાછળના કારણ અંગે તપાસ
ડાંગ જીલ્લાના વઘઈ તાલુકાના ડુંગરડા ગામની આશ્રમ શાળામાં આજરોજ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગ થવાની ઘટના સામે આવી છે. આજરોજ આશ્રમ શાળાના 94 વિધાય્ર્થીઓને એક સાથે ઝાડા ઉલટી થતા ડાંગ જીલ્લાનું આરોગ્ય કેન્દ્ર દોડતું થયું હતું.
શાળાના 94 વિદ્યાર્થીઓને ઝાડા ઉલટી થતા આરોગ્ય વિભાગના કર્મીઓ અને ડોકટરો આશ્રામ શાળા ખાતે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓની સારવાર શરુ કરી હતી. ઝાડા ઉલટીનો શિકાર બનેલા 94 વિદ્યાર્થીઓ પૈકી 34 વિદ્યાર્થીઓને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાકીના અન્ય વિદ્યાર્થીઓને આશ્રમમાં જ સારવાર આપવામાં આવી હતી.