- ચાર કન્સાઈનમેન્ટ કંડલા બંદરે ઉતારાયા
- કન્સાઈનમેન્ટ રિફાઈનરીના ઉપયોગમાં લેવામાં આવશે
- સુપર ઓવર ડાયમેન્શન કાર્ગોનું હેન્ડલિંગ કરાયું
ડોમેસ્ટિક કોસ્ટલ રૂટની વડાપ્રધાનની ગતિશીલ ભાવનાને ઉજાગર કરતું હેન્ડલિંગ મહાબંદરગાહ કંડલા ખાતે કરવામાં આવ્યું છે. હજીરાથી કંડલા આવેલા ચાર કન્સાઈનમેન્ટ રોલ ઓન પ્રક્રિયા કરીને એટલે કે ડમ્બ બાર્જથી જેટી ઉપર ઉતારવામાં આવ્યા છે. હેવી પેકેજીસનું આ હેન્ડલિંગ બંદરની જેટી ઉપર કરાયા બાદ આ ૩૧૫ મીટર, ૨૦૦ મીટર, ૨૪૦ મીટર અને ૧૧૦ મીટરના ચાર કન્સાઈનમેન્ટ બાડમેર રાજસ્થાન તરફ રવાના કરાશે.
સુપર ઓવર ડાયમેન્શન કાર્ગોનું હેન્ડલિંગ કરાયું
હેન્ડલિંગ ક્ષેત્રે વિક્રમજનક કામગીરી કરવામાં દીનદયાળ પોર્ટ કટિબદ્ધ છે તેમ કહેતાં ડીપીએના જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું કે, સુપર ઓવર ડાયમેન્શન કાર્ગોનું હેન્ડલિંગ કરાયું છે. વડાપ્રધાન કચેરી દ્વારા બંદરીય ક્ષેત્રમાં ડોમેસ્ટિક કોસ્ટલ કાર્ગો રૂટને પ્રાધાન્ય આપવાનું જણાવ્યું છે અને હજીરાથી કંડલાનો રૂટ સ્થાનિક છે. આ કોસ્ટલ રૂટ ઉપરથી મેઘા હેન્ડલિંગ કરાયું છે તેમ કહી શકાશે. આ કન્સાઈનમેન્ટ રિફાઈનરીના ઉપયોગમાં લેવામાં આવશે. આ હેન્ડલિંગ ૨૦મી એપ્રિલે ડમ્પ બાર્જ આવ્યા બાદ ૩૦મી એપ્રિલ સુધી કરાયું હતું. ફિલિપીયન્સ ટીમ હેવી પેકેજીસના ટાઈડલ ઓપરેશન માટે આવી હતી. ગ્રાઉન્ડ ઉપર પીચિંગની પ્રક્રિયા, ઊંડાઈ સહિતના મામલે ચકાસણી કરાયા બાદ આ હેવી પેકેજીસ ઉતારાયા હતા.