- પોલીસે રાત્રિના સમયે રેડ કરતાં નાસભાગ મચી ગઈ
- પાલેજ પોલીસે રૂા.3.60 લાખ ઉપરાંતના મુદ્દામાલ જપ્ત કર્યો
- જુગાર રમતાં ઝડપાયેલા ખેલીઓ નજરે પડે છે
ભરૂચ જીલ્લા ટંકારીયા ગામની સીમમાં આવેલ કેનાલની ઝાડીઓમાં પોલીસે રાત્રીના સમયે રેડ કરી હતી જેને લઈને જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી, પોલીસે 3.60 લાખનો મુદ્દા માલ સાથે 8 જુગારિયાઓ ઝડપી લીધા હતા ત્યારે 10 આરોપી ભાગી ગયા હતા.
પાલેજ પી આઈ શિલ્પા દેસાઇની દેખરેખ હેઠળ પોલીસ સ્ટાફ્ પ્રોહિબિસન જુગારના કેસો સોધી કાઢવા પાલેજ પોલીસ વિસ્તારના પેટ્રોલીંગમાં હતા દરમિયાન સંયુક્ત રીતે બાતમી મળેલ કે ટંકારીયા ગોડી રોડ પર આવેલ સબ કેનાલની જાડિયોમાં કેટલાક ઈસમો પાના પત્તાનો હાર જીતનો જુગાર રમી રમે છે,જે મુજબની ચોક્કસ બાતમી ના આધારે પાલેજ પોલીસ સ્ટાફ્ બાતમી વારી જગ્યાએ રેડ કરી 8 જુગારીઓને દબોચી લીધા હતા તેમજ અન્ય 10 જેટલા જુગારિયા ભાગી ગયા હતા. જ્યારે જગ્યા ઉપરથી અંગ જડતીના રૂા. 1.98 લાખ તેમજ અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ 14 મળી કિંમત રૂા.1.03 લાખ તેમજ દાવ પર લગાવેલ રોકડા રૂા. 58,770 એમ કુલ 3 લાખ 60 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.