જામનગરની એ.કે.દોશી મહિલા કોલેજમાં સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો | Cybercrime awareness program organized at A K Doshi Women’s College Jamnagar

HomeJamnagarજામનગરની એ.કે.દોશી મહિલા કોલેજમાં સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો | Cybercrime awareness...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Jamnagar Cyber Crime : પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગના અશોક કુમાર તથા જામનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલૂના જિલ્લા ક્રાઇમ કોન્ફરન્સ અનુસંધાને આપેલ માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, જામનગર દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન અમૃતલાલ કાલીદાસ દોશી મહીલા કોલેજ-પટેલ કોલોની, જામનગરમાં કરવામાં આવ્યું હતું.

આ સેમીનારમાં 150 જેટલી વિદ્યાર્થીનીઓને તથા 5 શિક્ષકોને સાયબર ક્રાઈમ તેમજ તેમના પ્રકારો અને તેનાથી બચવાના ઉપાયો બાબતે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મહીલા વિરૂધ્ધના સાયબર ક્રાઈમ અંગેની સંપુર્ણ માહિતી આપવામાં આવી હતી. અને જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર તેમજ વોટ્સએપ ચેનલોના પેઇજ પર આવતી સાયબર ફ્રોડની નવિન ઘટનાઓ વિશે માહિતગાર કરવા માં આવ્યા હતા. જેથી વિદ્યાર્થીનીઓ સાયબર સુરક્ષા અંગે વધુ સચેત રહી શકે. અને તે સાથે સાયબર અવેરનેસ પત્રિકાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું આયોજન પો.ઇન્સ. આઇ.એ.ઘાસુરા તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ પો.સ.ઇ. એન.પી.ઠાકુર, પો.કોન્સ.જોસ્નાબેન રાઠોડ, અને પો.કોન્સ. ફુલદિપસિંહ સોઢએ આ કાર્યક્રમના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon
What would make this website better?

0 / 400