જામનગરના બાજરા સંશોધન કેન્દ્રના પ્રોફેસરને શેરબજારમાં વધુ વળતરની લાલચ આપી રૂપિયા 50 લાખ પડાવી લેવાનું પ્રકરણ | a case of extorting rs 50 lakh from a professor at bajra research center in jamnagar

HomeJamnagarજામનગરના બાજરા સંશોધન કેન્દ્રના પ્રોફેસરને શેરબજારમાં વધુ વળતરની લાલચ આપી રૂપિયા 50...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

જામનગરના બાજરા સંશોધન કેન્દ્રના નિવૃત્ત પ્રોફેસર શેર બજારમાં રોકાણા બહાને ચીટર ટોળકી નો શિકાર બન્યા હતા. જેઓએ પોતાની તેમજ પોતાના પત્નીની રૂપિયા ૫૦ લાખની રકમ ગુમાવ્યા ની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવી હતી, જેમાં ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાયા બાદ પોલીસની ટુકડીએ છેક ઈન્દોર સુધી તપાસ નો દોર લંબાવી એક આરોપીને ઉપાડી લીધો છે, અને તેની પાસેથી એક કાર, લેપટોપ અને ત્રણ મોબાઈલ ફોન કબજે કર્યા છે.

જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક નજીક કિંગ પેલેસમાં રહેતા અને બાજરા સંશોધન કેન્દ્રના નિવૃત્ત પ્રોફેસર શામજીભાઈ ડાયાભાઈ અટારા (ઉંમર વર્ષ ૭૨) કે જેઓ ઓનલાઈન  શેર બ્રોકિંગ ના બહાને ચિટર ટોળકીનો શિકાર બન્યા હતા, અને તેઓએ શેર બજારમાં રોકાણના બહાને ૫૦ લાખ જેવી માતબર રકમ ગુમાવી હોવાનું સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં જાહેર કર્યું હતું. જેમાં એક મહિલા સહિત ત્રણ ચીટર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત ફરિયાદના અનુસંધાને પોલીસની ટુકડીએ તપાસનો દોર ઇન્દોર સુધી લંબાવ્યો હતો, અને સોશિયલ મીડિયા ના માધ્યમથી ત્રણ આરોપીઓ પૈકીના એક આરોપી બંટી ઉર્ફે અંકિત બંસીલાલ શર્મા નામના શખ્સ ને ઉઠાવી લીધો છે, અને તેને જામનગર લઈ આવી રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેની પાસેથી એક બલેનો કંપનીની કાર, એક લેપટોપ, તેમજ ત્રણ મોબાઈલ ફોન વગેરે કબજે કરી લેવામાં આવ્યા છે. ત્યારે તેના એક મહિલા સહિતના અન્ય બે સાગરીતો ની શોધખોળ ચલાવાઇ રહી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon