Jamnagar Bar Association Election : જામનગર બાર એસોસિયેશનની ચૂંટણી પહેલા પ્રમુખ સેક્રેટરી અને ખજાનચી પદે બિન હરીફ વરણી થવા પામી હતી,જ્યારે ઉપ પ્રમુખ પદ માટે તેમજ કારોબારી સહિતના અન્ય હોદ્દા માટેની આજે ચૂંટણી યોજાઇ છે, જેનું મતદાન ચાલી રહ્યું છે.
જામનગર બાર એસોસિયેશનની ચૂંટણીમાં સતત 12મી વખત પ્રમુખ પદે ભરતભાઇ સુવા, સેક્રેટરી તરીકે મનોજ ઝવેરી અને ખજાનચી પદ માટે રુચિર રાવલ બિન હરીફ વિજેતા જાહેર થયા હતા.
જ્યારે ઉપ-પ્રમુખ પદ માટે જયેન્દ્રસિંહ ઝાલા અને ભરતસિંહ જાડેજા મેદાનમાં છે. ઉપરાંત અન્ય બાકીના હોદ્દેદારોની પણ ચૂંટણી યોજાઇ છે, જેનું આજે મતદાન યોજાયું છે. કુલ 1150 વકીલો મતદાનમાં ભાગ લઇ રહ્યા છે, અને સાંજે મતદાન પછી તુરતજ મત ગણતરી હાથ ધરવામાં આવશે.