મહેસાણા: ખેડૂતો બાગાયતી પાકનું વાવેતર કરતા થયા છે. ખેડૂતો સફેદ દેશી જામફળના બદલે ગુલાબી અને રેડ કલરના જામફળ વાવવાનું પસંદ કરી રહ્યાં છે. કારણ કે તેના ભાવ પણ વધારે મળે છે અને સ્વાદે પણ મસ્ત હોય છે. ગાંધીનગર જિલ્લાના લોદરા ગામના પ્રગતિશીલ ખેડૂતે ત્રણથી ચાર વિઘામાં જામફળનું વાવેતર કરેલું છે. સીઝનમાં 50000 રૂપિયાથી વધારેની આવક મેળવી રહ્યા છે. બાગાયત ખાતા તરફથી પણ જામફળના વાવેતર માટે પ્રતિ વિઘે 70,000 રૂપિયાની જેટલી સહાય મળી છે.
મહેસાણા જિલ્લા બાદ હવે ગાંધીનગર જિલ્લામાં પણ જામફળનું વાવેતર વધ્યું છે, ગાંધીનગર જિલ્લાના માણસા ગામના ખેડૂત પિતા અને પુત્રએ જામફળનું વાવેતર કર્યું છે. જામફળમાં પણ સફેદ વિયેનાર અને રેડ ડાયમંડ એમ બે પ્રકારની વેરાયટીનું વાવેતર કર્યું છે. 1.5 વિઘામાં વાવેતર કરેલું છે અને તેમાં પ્રથમ વર્ષે 50000 થી વધારેની કમાણી કરી છે. માણસા તાલુકાના લોદરા ગામના ખેડૂત કાંતિભાઈ પટેલ અને તેમના પુત્ર ઉમંગભાઈ પટેલ વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે, કાંતિભાઈ પટેલે કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે. તેના પુત્ર ઉમંગભાઈ 23 વર્ષના છે અને એમ.બી.એ.નો અભ્યાસ કર્યો છે.
ઉમંગભાઈએ કહ્યું હતું કે, “જાપાની જાતના જામફળનું વાવેતર કર્યું છે, રેડ ડાયમંડ તરીકે ઓળખાય છે. આ જામફળ દેશી જામફળ કરતા મીઠા અને ગર લાલ કલરનો હોય છે હોય છે અને બજારમાં પણ 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીના ભાવે વેચાતા હોય છે.” જામફળમાંથી એક વિઘામાંથી 50000 રૂપિયાનું ઉત્પાદન હાલ મળી રહ્યું છે. ડ્રેગન ફ્રૂટ, જામફળ, અંજીર જેવા ફળોનું વાવેતર કરેલું છે. જામફળના વાવેતરમાં ખાસ કરીને ઇયળનું ધ્યાન રાખવું જોઈએ છે. દર વર્ષે જામફળના વાવેતરમાં પ્રતિવિઘે 10,000 રૂપિયાનો ખર્ચ થાય છે.
આ પણ વાંચો:
ભરશિયાળે કેસર કેરીનું ઉત્પાદન થવાનું રહસ્ય, ખેડૂતે કહી આ વાત
ખેડૂત ઉમંગભાઇ પટેલ ખેતી વિશે જણાવતા કહે છે કે “મેં અભ્યાસની સાથે સાથે ખેતી શરૂ કરી છે. મારા પિતા અને દાદા ખેતી જ કરતા હતા, અત્યારે નોકરીની સાથે જો પોતાની જમીન હોય તો ખેતી કરવી જ જોઈએ, કારણ કે તેમાં નોકરી કરતા વધારે આવક મળે છે. એમાં પણ ખેડૂતો હવે બાગાયત ખેતી વધારે કરવાનું પસંદ કરી રહ્યા છે. કુલ બાગાયતમાંથી અમને દર વર્ષે ત્રણથી ચાર લાખનું ઉત્પાદન મળી રહ્યું છે અને એ સમય જતા આ ઉત્પાદન 10 લાખ સુધી પહોંચે તેવી આશા છે.”
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર