ગાંધીનગર: ગુજરાત રાજ્યના નાગરિકોને ભગવાન શ્રીરામના જન્મસ્થળ અયોધ્યાના દર્શન કરાવવાના પવિત્ર હેતુથી રાજ્ય સરકાર દ્વારા શ્રીરામ જન્મભૂમિ-શબરી સ્મૃતિ યાત્રા યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યના નાગરિકોને આર્થિક મદદ મળી શકે છે, જેથી તેઓ પોતાના આર્થિક બોજ વિના આ પવિત્ર યાત્રાનો લાભ લઈ શકે.
યાત્રા માટે આર્થિક સહાય
ગુજરાત સરકાર દરેક યાત્રાળુ માટે અયોધ્યાની યાત્રાના રેલવે ભાડામાં રૂ. 5,000 સુધીની આર્થિક સહાય પૂરી પાડે છે. આ સહાયથી નાગરિકોને ભક્તિમય યાત્રાનો આનંદ સરળતાથી મળી શકે છે.
યોજનાનો લાભ કોણ લઈ શકે?
• ગુજરાત રાજ્યના તમામ શ્રેણીના નાગરિકો, જેમની ઉંમર 12 વર્ષ અથવા તેથી વધુ છે, તેઓ આ યોજનાનો લાભ એક જ વાર લઈ શકે છે.
• આ યાત્રા માટે નાગરિકોને ઓનલાઇન નોંધણી કરાવવી પડશે.
યાત્રા માટે જરૂરી દસ્તાવેજો
યાત્રા યોજનાના લાભ માટે નીચેના દસ્તાવેજો સાથે અરજી કરવી જરૂરી છે:
1. આધાર કાર્ડ
2. જાતિ પ્રમાણપત્ર અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
3. બેંક ખાતાનું પાસબુક
અરજી પ્રક્રિયા અને સૂચનાઓ
• અરજી ઓનલાઈન કરવા માટે: અરજી કરો
• અરજીની છેલ્લી તારીખ: 31 ડિસેમ્બર 2024
• અરજી દરમિયાન તમામ વિગતો સાચી અને સંપૂર્ણ ભરવી જરૂરી છે.
• જો અરજી અધૂરી અથવા ખોટી માહિતી ધરાવે છે, તો તે રદ કરવામાં આવશે.
• યાત્રા પૂર્ણ થયા બાદ આ દસ્તાવેજો સબમિટ કરવા પડશે:
• પરત ફરવાના રેલવે ટિકિટ
• યાત્રા દરમિયાન રહેઠાણનો પુરાવો
• દાનની રસીદ (જો હોય તો)
• અયોધ્યાના મંદિરના રંગીન ફોટોગ્રાફ્સ (2-3 ફોટો).
આ પુરાવાઓ યાત્રા પૂર્ણ થયા પછી એક મહિનામાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરના કાર્યાલયમાં સબમિટ કરવાના રહેશે.
યાત્રાની શરતો
• યાત્રા ફક્ત નોંધણી ફોર્મમાં ઉલ્લેખિત સમયગાળામાં જ કરી શકાશે.
• જો યાત્રા નિર્ધારિત સમયગાળામાં નહીં થાય, તો મંજૂરી આપમેળે રદ થશે.
મહત્વપૂર્ણ બાબતો
• એક જ ઈમેલ અને મોબાઇલ નંબર પરથી માત્ર એક અરજી જ મંજુર કરવામાં આવશે.
• અરજી ફી: રૂ. 500 (અનરિફંડેબલ).
• ફી ફક્ત ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે.
ગુજરાત સરકારની આ યોજના તે નાગરિકોને યાત્રાનું સ્વપ્ન સાકાર કરવાની તક આપે છે, જેઓ આર્થિક મર્યાદાઓના કારણે આવા પવિત્ર સ્થળોની મુલાકાત લેવાનું ચૂકી જાય છે. તાત્કાલિક અરજી કરો અને આ પવિત્ર યાત્રાનો લાભ મેળવો!
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર