જયશ્રીનું છેલ્લું બાય બાય…! પ્લેન બન્યું કાળ

    0
    7

    પરિવારજનોને ભેટીને લંડનમાં નોકરી કરતા પતિ પાસે જઈ રહેલી જયશ્રીને ખબર નહોતી કે આ છેલ્લી વખત તે પરિવારને મળી રહી છે. ન તો પરિવારજનોને ખબર હતી કે આ જયશ્રીનું અંતિમ બાય બાય છે. 4 મહિના પહેલાં જયશ્રીના લગ્ન લંડનમાં નોકરી કરતા રાધે સાથે થયા હતા. હવે વિઝા મળ્યા બાદ જયશ્રી પણ હંમેશા માટે પતિ પાસે જઈ રહી હતી. જોકે, વિધિએ કંઈક અલગ વિધાન જ લખ્યા હતા. પતિ પાસે પહોંચવાની જયશ્રીની ઈચ્છાઓ અધૂરી રહી ગઈ અને તે અનંતની વાટે નીકળી ગઈ. અમદાવાદમાં ગોઝારી વિમાન દુર્ઘટનાએ અરવલ્લીના ખંભીસરની જયશ્રીને ભરખી લીધી. લંડનમાં પતિ પણ જયશ્રીબેનની રાહ જોતો રહી ગયો. અને ખંભીસરમાં પરિવાર અને ગ્રામજનો આઘાતમાં ગરકાવ થઈ ગયા. જયશ્રીબેનના સાસરિયા ડુઘરવાડા ગામે પણ શોક પ્રસરી ગયો છે. અરવલ્લી જિલ્લામાંથી માત્ર જયશ્રીબેન જ નહીં, મોડાસા શહેરના 35 વર્ષીય નુસરત જહાં જેથરાનું પણ પ્લેન દુર્ઘટનામાં મોત થયું. રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમાર મૃતકોના પરિવારજનો પાસે પહોંચ્યા અને આઘાતના આ સમયમાં સાંત્વના આપી.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here