અકસ્માતનાં પગલે માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો, સદનસીબે જાનહાની ટળી
ગાંધીધામ: ભચાઉ – ગાંધીધામ નેશનલ હાઇવે પર ચોપડવા નજીક ટ્રેઈલર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેઈલર હડફેટે આવી જતા ટેન્કરનું પાછળ ટાંકો ફાટી ગયું હતુ અને ટેન્કરમાં ભરેલું ડીઝલ નદીને જેમ રોડ પર વહેવા લાગ્યું હતુ. અકસ્માતનાં પગલે સવસ રોડ પર પસાર થતી કારનાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. નેશનલ હાઇવે પેટ્રોલલિંગની ટીમે સતર્કતા દાખવી ઘટના સ્થળે પહોંચી સમગ્ર પરિસ્થિતિ પર કાબુ મેળવી રોડ ફરી ચાલું કરાવી ટ્રાફિક હળવી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભચાઉ – ગાંધીધામ નેશનલ હાઇવે પર ગઈ કાલે મંગળવારે બપોટનાં ૧૨ વાગ્યાનાં અરશામાં ચોપડવા નજીક ટ્રેઈલર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાંધીધામથી ભચાઉ બાજુ આવતા ટ્રેઈલરનાં ચાલકે સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા ટ્રેઈલર પલટી ખાઈ ગયો હતો. જેમાં ટ્રેઈલરને ઓવરટેક કરવા જતા ટેન્કર પાછળ ટાંકામાં આં ટ્રેઈલર ભટકાઈ ગયું હતુ.જેથી ટેન્કર પાછળનું ટાંકો તૂટી જતા ટેન્કરમાં ભરેલું ડીઝલ રોડ પર નદીની જેમ વહેવા લાગ્યું હતુ.બનાવનાં પગલે હાઇવે રોડ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને રોડ બે સાઈડ બંધ થઇ ગયો હતો તેમજ રોડ પર ડીઝલ ફરી વળતા અન્ય વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા હાઇવે પેટ્રોલિંગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક નિયંત્રણની કામગીરીમાં લાગી ગઈ હતી.ટ્રેઈલર અને ટેન્કર વચ્ચેનાં અકસ્માતમાં સદભાગે કોઈ જાનહાનિ થઇ ન હતી. પરંતુ ટ્રેઈલરમાંથી ઢોળાયેલું ડિઝલ ઠેક હાઇવે નજીક સવસ રોડ સુધી પહોંચી ગયું હતુ. જેમાં કોઈ કારણોસર આગ ભભુકી ઉઠી હતી. જેથી સવસ પરથી પસાર થતી કારમાં પણ અચાનક આગ લાગી ગઈ હતી. જેમાં હાઇવે પેટ્રોલિંગની ટીમે તાત્કાલિક ફાયર ફાઇટર બોલાવી આગ પર કાબુ મેળવ્યુ હતુ. તંત્ર દ્વારા ભચાઉ સાઈડ હાઇવે પર આવતા વાહનોને અકસ્માતનાં પગલે સાવચેતીપૂર્વક વાહન ચલાવી આગળ વધવા સૂચન કરવામાં આવ્યુ હતુ.