ચોટીલાના ધારૈઈ ગામમાં પેટી પલંગમાં છુપાવેલો દારૂ ઝડપાયો | Liquor hidden in a box bed was seized in Dharai village of Chotila

HomeSurendranagarચોટીલાના ધારૈઈ ગામમાં પેટી પલંગમાં છુપાવેલો દારૂ ઝડપાયો | Liquor hidden in...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

– દારૂની 180 બોટલ કબજે લઇ આરોપી સામે ગુનો નોંધ્યો

– નાની મોલડી પોલીસને અંધારામાં રાખી સતત બીજા દિવસે એલસીબીનો દરોડો

સુરેન્દ્રનગર : ચોટીલાના ધારૈઈ ગામના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. એલસીબી પોલીસે વિદેશી દારૂની ૧૮૦ બોટલો કિંમત રૂા.૧,૦૦,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે, એલસીબીના દરોડામાં આરોપી પકડાયો નહતો. 

ચોટીલા તાલુકાના ધારૈઈ ગામમાં રહેતા નીલેશભાઇ નથુભાઇ સાગઠીયાના રહેણાંક મકાનમાં એલસીબી પોલીસે દરોડો પાડયો હતો. જેમાં રૂમમાં રહેલા પેટીપલંગમાંથી વિદેશી દારૂની ૧૮૦ બોટલો (કિં.રૂા.૧,૦૦,૮૦૦)નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો જ્યારે આરોપી નીલેશભાઇ સાગઠીયા હાજર મળી ન આવ્યો હતો. સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમ દ્વારા નાની મોલડી પોલીસ મથક વિસ્તારમાંથી સતત બીજા દિવસે વિદેશી દારૂ ઝડપી પાડતા નાની મોલડી પોલીસ ટીમની કામગીરી સામે પણ સવાલો ઉભા થયાં છે.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon