• ખેતર યાર્ડમાં રાખેલા પાઇપના ઢગલાની નીચેની સાઈડ છાંયડામાં બેસતા ઉપર પાઈપ પડયા
• સમગ્ર ઘટના અંગે તટસ્થ તપાસ બાદ સાચી હક્કીત બહાર આવશે.
નિઝર તાલુકામાંથી પસાર થતી અંદાજીત રૂ.390 કરોડની સરકારી લીફટ ઇરીગેશન યોજનાની કામગીરી દરમિયાન ચિંચોદામાં લોખંડના પાઇપના ઢગલો ધસી આવતા જેના નીચે દબાઇ ગયેલ મોરબીના એક શ્રામજીવીનું ગંભીર ઇજાને પગલે મોત નિપજયાની ઘટનાએ મજુરોમાં ખળભળાટ મચાવી દીધો હતો.
નિઝર તાલુકાના ચિંચોદા ગામની સીમમાંથી સરકારી સિંચાઇ યોજના પસાર થાય છે, અંદાજીત રૂ.390 કરોડના ખર્ચે તૈયાર થનાર યોજનામાં થઇ રહેલ કામગીરી દરમિયાન એક શ્રામજીવીએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના બની છે. મોરબીના જવાહર સોસાયટી ભડીયાદના રહીશ નાનજીભાઇ ગલાભાઇ રાઠોડ(ઉં.વ.57) શનિવારે ચિંચોદા ગામની સીમમાં આવેલ ખુલ્લા ખેતરમાં યાર્ડમાં રાખેલ પાઇપના ઢગલા નીચે પાઇપના છાંયડામાં બેસેલ હતા, તે દરમિયાન લોખંડના પાઇપના ઢગલા ઉપરથી પાઇપ નીચે પડતાં નાનજીભાઇ પાઇપ નીચે દબાઇ ગયા હતા. જેઓને માથાના ભાગે ગંભીર ઇજા લોખંડના પાઇપથી થતા 108 એમ્બ્યુલન્સ દ્ધારા નિઝર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબિબે મૃત જાહેર કર્યા હોવાની જાણ જયેશભાઇ ભગવાનજી સનારીયાએ નિઝર પોલીસ મથકે કરતા અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ક્રેન દ્વારા પાઇપો ઊંચકીને ખાડામાં નાંખતી વેળા પડયાની ચર્ચા ચિંચોદામાં લોખંડના ઢગલાં કરાયેલા પાઇપ ધસી આવવાથી મજુરને ઇજા થતા જેનું મોત થયાનો અકસ્માત ગુનો નોંધાયેલ છે. જો કે ક્રેન દ્ધારા પાઇપો ઉંચકીને ખાડામાં નાંખતી વેળાએ ક્રેનનો બેલ્ટ તુટતા લોખંડનો પાઇપ નીચે પડવાથી જેના લીધે સેફટી હેલ્મેટ કે અન્ય સુરક્ષા વિના કામ કરતા શ્રામજીવીને ઇજા થઇ હોવાની ચર્ચાએ પણ જોર પકડયું છે. જો કે સમગ્ર ઘટના અંગે તટસ્થ તપાસ બાદ સાચી હક્કીત બહાર આવશે.