- આ બેઠક તોફાની બને તેની પૂરેપૂરી સંભાવના
- શેરની કિંમતમાં વધારો કરવા બેઠક બોલાવી હતી
- બજાર કિંમત 1.25 લાખથી 2 લાખ સુધીની છે
ચલથાણ સુગરના કારભારીઓએ સામી દિવાળીએ સુગરના શેરની દાર્શનિક કિંમત વધારી સભાસદો પાસેથી કરોડો રૂપિયા ઉધરાવવા તખ્તો ગોઠવી દીધો છે. ચલથાણના ઉત્પાદક અને બિન ઉત્પાદક મળી 16000 સભાસદો પાસેના શેરની દાર્શનિક કિંમતમાં વધારો કરવા સાથે દરેકને એક એક વધારાનો શેર આપવામાં આવે તેવી સંભાવના છે. ત્યારે ચલથાણ સુગરના પ્રમુખ કેતન પટેલ સહિતના કારભારીઓએ પોતાનો ધાર્યો ખેલ પાર પાડવા માટે આગામી 20મી ઓક્ટોબરના રોજ જનરલ મિટિંગ બોલાવી છે. જોકે, 20મીને ગુરુવારની આ બેઠક તોફાની બને તેની પૂરેપૂરી સંભાવના છે.
આ બેઠક તોફાની બને તેની પૂરેપૂરી સંભાવના
ચલથાણ સુગર ફેક્ટરીના કર્તાહર્તાઓએ ફરી વખત શેરની દાર્શનિક કિંમતમાં વધારો કરવા હિલચાલ શરૂ કરી છે. અગાઉ શેરની કિંમતમાં વધારો કરવા બેઠક બોલાવવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ સભાસદોમાં વિરોધનો સૂર ઊઠતાં ચલથાણના કારભારીઓએ શેરની કિંમત વધારવાનું માંડી વાળ્યું હતું. હવે ફરીથી શેરની કિંમતમાં વધારો કરવા સાથે દરેક સભાસદોને એક એક વધારાના શેર આપી ભંડોળ ભેગું કરવા તખ્તો ગોઠવી દેવાયો છે. ભંડોળ ભેગું કરવા સુગરના ઉત્પાદક અને બિનઉત્પાદક સભસાદોના શેરની કિંમતમાં અંદાજિત 600ને વધારો કરવામાં આવે તેવી સંભાવના છે.
શેરની કિંમતમાં વધારો કરવા બેઠક બોલાવી હતી
સભાસદો પાસેથી ચૂંટણીમાં મતાધિકાર છિનવી લેવાયો હવે તેઓની પાસેથી શેરની કિંમત વધારી ઉઘરાણું કરાશે. ગતવર્ષે પણ ચલથાણ સુગરને શેરડીની સારી રિકવરી મળી હતી. ત્યારે શેરની કિંમત વધારવાની જરૂરિયાત કયા કારણોસર ઊભી થઈ તે અંગે સભાસદો મૂંઝવણ અનુભવી રહ્યા છે. હાલ તો સભાસદોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમજ શેરની બજાર કિંમતને કાગળની થતી અટકાવવા છેક સુધી લડી લેવા નિર્ધાર કર્યો છે.
બેઠક તોફાની બનવાના એંધાણ
હાલમાં ચલથાણ સુગરના એક શેરની દાર્શનિક કિંમત 4000 છે. જ્યારે તેની બજાર કિંમત 1.25 લાખથી 2 લાખ સુધીની છે. હવે શેરની દાર્શનિક કિંમત 4000 થી વધારી 6000 કરવામાં આવે તેવી સંભાવના છે. એટલું જ નહી એક એક વધારોનો શેર પણ આપવામાં આવે તે શક્યતા નકારી શકાય તેમ નથી. ત્યારે નવો શેર આપવામાં આવે તો જૂના શેરની બજાર કિંમત ઘટી જાય તેવી પ્રબળ સંભાવના છે. ત્યારે શેરની વેલ્યુ કોડીની થઈ જાય તેવા ડર વચ્ચે સભાસદોમાં ભભૂકતો આક્રોશ જોવા મળી રહ્યો છે. તેથી આગામી 20મીને ગુરુવારે બોલાવવામાં આવેલી સામાન્ય સભા ચોક્કસપણ તોફાની બને તેવી શક્યતા છે.