ગાંધીનગર એસઓજીનો દહેગામમાં દરોડો
ઈડરના શખ્સ પાસેથી ગાંજો લાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું ઃ
૩૬ હજારનો મુદ્દામાલ કબજે કરી તપાસ શરૃ
ગાંધીનગર
: ગાંધીનગર જિલ્લામાં હાલ નસીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે
પોલીસ દોડી રહી છે ત્યારે એસઓજીની ટીમે દહેગામમાં દરોડો પાડીને ઘડિયાળની દુકાનમાં
ગાંજાનું વેચાણ કરતા બે ભાઈઓને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ૩૬ હજાર ઉપરાંતનો
મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.
પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં મોટી
સંખ્યામાં શૈક્ષણિક સંસ્થાઓ આવેલી હોવાથી પોલીસ દ્વારા અહીં નશીલા પદાર્થોેની
હેરાફેરી અને વેચાણ ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન
ગુ્રપના ઇન્સ્પેક્ટર વી.ડી વાળા દ્વારા સ્ટાફના માણસોને એલર્ટ રહીને આ દિશામાં
કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી ત્યારે એસઓજીની ટીમ દહેગામ વિસ્તારમાં
પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, સરદાર શોપિંગ સેન્ટર ખાતે અશોક વોચ નામની દુકાનમાં ઘડિયાળના
ધંધાની આડમાં બે ભાઈઓ ગાંજાનું વેચાણ કરી રહ્યા છે. જે બાતમીના આધારે એસઓજીએ
દુકાનમાં દરોડો પાડયો હતો.જ્યાં કાઉન્ટર ઉપર બે યુવાનો હાજર મળી આવ્યા હતા. જેમની
પૂછપરછ કરતાં તેમણે પોતાના નામ અજીત બચુભાઇ ચૌહાણ તેમજ રણજીત બચુભાઈ ચૌહાણ રહે.
લીંબચમાતાની ફળી, લવાર
ચકલા પાસે દહેગામહોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે દુકાનની અંદર તપાસ કરી હતી
જેમાં દુકાનની પાછળના ભાગે આવેલા નાના રૃમમાં લાકડાના ઘોડામાંથી પ્લાસ્ટિકની
કોથળીમાંથી લીલા જેવા રંગની મીણીયાની કોથળીમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.જે
અંગે પૂછતાં આજથી ચારેક દિવસ અગાઉ અજીત ઈડર ગયો હતો અને ઈડર બસ સ્ટેન્ડ પાસે ગુલાબ
નામના શખ્સ પાસેથી છ હજારમાં ગાંજો ખરીદી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. જેનાં
પગલે પોલીસે ગાંજાનો જથ્થો,
મોબાઈલ ફોન, રોકડ રકમ
મળીને ૩૬ હજારનો મુદ્દામાલ જપ્ત કરી બંનેની ધરપકડ કરી લીધી હતી.