- ભાવનગર શહેરના આંબાચોકમા શોકસભા, માતમી ઝુલુસ
- 72 શહીદોની યાદમાં તળાજામાં માતમીની જુલૂસ નીકળ્યું
- હઝરત ઈમામ હુસેનને શ્રા્ધ્ધાંજલિ પાઠવવા માટે શોકસભા યોજવામા આવી હતી
કરબલાના મેદાનમાં સચ્ચાઈને ખાતર ભૂખ્યાને તરસ્યા શહીદ થઈ જનાર શહીદોની યાદમાં તળાજા શિયા ખોજા દ્વારા ગઈકાલ રાત્રે તાજિયા પડમાં લાવીને યા હુસેનના નારા સાથે માતમી જુલુસ કાઢવામાં આવ્યું હતું.
એકતાજીયો પરંપરા પ્રમાણે નગરના દેવડી ચોક ખાતે રાખવામાં આવ્યો હતો. ખોજા સમાજ દ્વારા છેલ્લા દસ દિવસથી ભાવપૂર્વક સબિલ યોજવામાં આવ્યું હતું. ગઈકાલે રાત્રે મોડી રાત સુધી માતમ બનાવ્યા બાદ આજે બપોરે કબ્રસ્તાનથી જુલુસ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે મોડી સાંજે ટાઢા કરવામાં આવ્યા હતા.
સિહોરમાં કલાત્મક તાજીયાનુ ઝુલૂસ નીકળ્યુ
સિહોર સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા મંગળવારે પવિત્ર ઇસ્લામ ધર્મને બચાવવાં હઝરત ઈમામ હુસૈન અને તેમના 72 સાથીઓની સહાદતની યાદમાં કલાત્મક તાજીયાનુ ઝુલૂસ નીકળ્યુ હતુ જેમા મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામા જોડાયા હતા તાજીયાના જુલુસ સાથે લોકો માટે શરબત તેમજ અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગારિયાધારમા મોહરમ નિમિત્તે જૂલુસ કાઢવામાં આવ્યું
ગારીયાધાર શહેરના મોહરમના તહેવાર નિમિત્તે આજે સવારથી સાંજ સુધી શહેરના બજારોમાં જૂલુસ કાઢવામાં આવ્યું હતું. શહેરની મેઇન બજાર,આશ્રામ રોડ,ભૈરવનાથ ચોક, આને ગાંધી ચોક સહિતના વિસ્તારોમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું. વિવિધ કમિટીઓ દ્વારા નાસ્તાના સ્ટોલો ઊભા કરાયા હતા. આમ મુસ્લિમ દ્વારા મોહરમના આસુરા પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.
પાલીતાણામા કોમી એકતા સાથે મોહરમની ઉજવણી
પાલિતાણામા મોહમના નિમિત્તે કરબલાના શહીદ હજરત ઇમામ હુસેન કરબલાના શહીદોની શાનમાં આકર્ષક અને કલાત્મક તાજીયા સોમવારે સાંજે પડવા આવ્યા હતા. કોમી એકતા, ભાઈચારા અને એખલાસના માહોલમા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મોહરમની ઉજવણી કરાઈ હતી. મંગળવારે તાજિયા નિકળ્યા હતા. રાત્રે 10 વાગ્યે ઠંડા કરવામાં આવશે.
ભાવનગર શહેરના રાજમાર્ગો પર તાજીયાના 35 ઝુલુસ નિકળ્યા
વિવિધ સ્થળોએ પાણી, શરબત, ઠંડા પીણા, નાસ્તાનુ વિતરણ : કોમી એખલાસના દર્શન થયા
ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારોમા મંગળવારે 35 જેટલા કલાત્મક તાજીયા પડમા આવ્યા હતા. કરબલાના અમર શહીદ હઝરત ઈમામ હુસૈન અ.સ. અને તેમના બોતેર સાથીઓના શહાદત દિવસે (રોઝે આશુર)ની સર્વ કોમી જાહેર શોક મજલીસ શહેરના આંબાચોકમાં યોજાઈ હતી. ત્યાર બાદ શહેરના રાજમાર્ગો પરથી તાજીયા, અલમ અને ઈમામના ઝખ્મી ઘોડાની યાદગાર સાથેનું માતમી ઝુલુસ નિકળ્યુ હતુ. ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાંથી 35 જેટલા કલાત્મક તાજીયા પડમા આવ્યા હતા. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અને હિન્દુ સમાજના લોકોએ તાજીયાના જુલસના દર્શન કર્યા હતા. શહેરના વિવિધ વિસ્તારો, સર્કલોમા પાણીની પરબો, શરબતો, ઠંડા પીણા, ચા ના સ્ટોર તેમજ ફરસાણનાં પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. રાત્રે તાજીયા ઠંડા થશે.