- પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાની મહિલાઓ જોડાઈ
- સમાજમાં નારી શક્તિની ભૂમિકા અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી
- વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલા શક્તિ ને ઉજાગર કરી
ગોધરા ખાતે નડિયાદ મહિલા વિભાગના ત્રણ જીલ્લા પંચમહાલ, દાહોદ અને મહીસાગર જીલ્લાની મહિલાઓનું વિશાળ સંમેલન યોજાયું હતું. આ સંમલેનમાં ત્રણ જિલ્લામાંથી 1500થી વધુ મહિલાઓએ ઉપસ્થિત રહી નારી શક્તિની જાગરૂકતા ને ઉજાગર કરતું ઉદાહરણ પુરૂ પાડયું હતું. ઉપસ્થિત વક્તાઓ દ્વારા સમાજમાં મહત્વની ભૂમિકા છે જેનો ઉપયોગ રાષ્ટ્ નિર્માણ અને સમાજ એકતા માટે કરવા સૌને અપીલ કરી હતી.
આ સમેલનનો ઉદેશ્ય સમાજના વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલા શક્તિ ને ઉજાગર કરી સમાજ એકતા અને રાષ્ટ્ એકતામાં મહિલાઓ સહભાગી બને એવો છે. આ પ્રસંગે દુર્ગાવાહીની ના પ્રાંત સહ સંયોજક ડો અવનીબેન આલ દ્વારા સમાજમાં નારી શક્તિની ભૂમિકા અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. સમગ્ર પરિવારનું સફ્ળ સંચાલન કરતી મહિલા શક્તિ પણ દેશ અને સમાજ હિત નિર્માણમાં આગળ આવે એ અત્યંત જરૂરી જણાય રહ્યું છે. આ પ્રસંગે કલા ગુરૂ નેહાબેન રાઉલજીએ સ્ત્ર્રી શક્તિમાં છુપાયેલી કલા શક્તિ અંગે જાણકારી આપી હતી અને નારી તું નારાયણી પંક્તિ ને સાર્થક કરવા માટે સમાજની દરેક નારી સક્ષમ છે જેથી રાષ્ટ્ નિર્માણ માટે સૌ મહિલાઓ જાગૃત બને એવી અપીલ કરી હતી.નારાયણી સંમેલનમાં જીલ્લા પંચાયત પ્રમુખ, મોરવા હડફ્ ધારાસભ્ય નિમિષાબેન સુથાર,ધારાસભ્ય ફ્તેસિંહ ચૌહાણ,કલા ગુરૂ નેહાબેન રાઉલજી સહિત રાષ્ટીયસ્વંય સેવક સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.