- માતા પુત્રીઓ સાથે પિયરમાં રહેતી હતી
- મૃતકના પતિએ 2 વર્ષ પહેલા કર્યો હતો આપઘાત
- ત્રણેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા
રાજકોટના ગોંડલમાં મોટી ઘટના સામે આવી છે. જેમાં ગોંડલના મસીતાળા ગામે માતાએ પોતાની બે પુત્રીઓ સાથે કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. આ અંગેની માહિતી અનુસાર, જૂનાગઢના પાદરીયા ગામે પરણેલ અને પિયરમાં રહેતી પરણિતાએ પોતાના બાળકો સાથે કૂવામાં ઝંપલાવતા ચકચાર મચી ગઈ છે.
છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં વિવિધ આપઘતાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં હવે માતાએ પોતાની બે પુત્રીઓ સાથે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મૃતક રાણીબેન દેવરામભાઈ માલાણી ઉ.વ.30 અને રાજલ ઉ.વ.2,વેજલ ઉ.વ.2 નામની પુત્રીઓ હોવાની વિગતો સામે આવી છે.
એટલું જ નહીં મૃતકના પતિએ પણ બે વર્ષ પહેલા અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાની પણ વિગતો સામે આવી છે. તેમજ મૃતક છેલ્લા ઘણાં સમયથી મસીતાળા ગામે પોતાના માતા પિતા સાથે રહેતી હતી. તેમજ મસીતાળા ગામે રહેતા માતાપિતા પશુપાલન કરીને દૂધનો વેપાર કરતા હોવાની વિગતો સામે આવી છે.
આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા.મૃતક માતા અને બંને પુત્રીઓના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ચકચારી આત્મહત્યાની ઘટનાને લઈને ગોંડલના સુલતાનપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
Source link