- ગીર ગૌ જતન સંસ્થાનાં સંસ્થાપક દ્વારા નંદી ખરીદવામાં આવ્યો
- રજવાડી નશલનાં નદીમાં અનેક પ્રકારની છે ગુણવતા
- આગામી સમયમાં 1100 ગાયોનું હર્ટ બનાવાશે
આજના ખેડૂતો જ્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ત્યારે રમેશભાઈ રૂપારેલીયા નામના ગોંડલ પંથકના ખેડૂત પણ ગીર ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ સાથે જ ગીર ગૌ જતન સંસ્થા નામની ગૌશાળા અને સંસ્થા ચલાવી રહ્યા છે. ગાયોના ગોબરથી લીપણ કરેલ વાસના મકાનો, કુટીર, સહિત ગામડાના કુદરતી વાતાવરણ વચ્ચે ગોંડલના રમેશભાઈ રૂપારેલીયાની ગીર ગૌ જતન સંસ્થાની ગૌશાળામાં અનેક ગીર ગાયો છે. ઉંચી ઓલાદની ગીર ગાયોનું પાલન અહી વૈદિક શાસ્ત્રોક અને આયુર્વેદ પધ્ધતિથી કરવામાં આવે છે.
પાંચ વર્ષમાં આ નંદિની કિંમતના દસ ગણું વળતર મળશે
હિંદુ સંસ્કૃતિમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે. તેમાં પણ આપણી ગીર ગાયનું સૌથી વધુ મહત્વ છે. પરતું આ સાથે ગૌ સંવર્ધન માટે નંદિની ખાસ જરૂર હોય છે જેથી ગૌ પાલકો માટે સારા નસલના નંદી હોય તો સારી ગાયોનું ઉત્પાદન થય શકે. ગોંડલના ગીર ગૌ જતન સંસ્થાના માલિક રમેશભાઈ રૂપારેલીયાએ જણાવ્યું હતું કે આ રજવાડી નંદી 42 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. રમેશભાઈ એવું માની રહ્યા છે કે આ એમનું ઇન્વેસ્ટમેન્ટ છે. ગીર ગૌ જતન સંસ્થાના માધ્યમથી સો જેટલા પરિવારને રોજગારી મળી રહી છે. જેમનું કારણ સારી ગાયો છે. પરંતુ આ નંદી લેવાનું કારણ આ સંસ્થામાં રહેલ 250 જેટલી ગાયો રહેલ છે જેમના થકી આગળના સમયમાં આ નંદીથી વાછરડા અને વાછરડીઓની ઓલાદો ઉત્તમ તૈયાર થશે. જેમના કારણે તેમના નસલના ભાવ પણ સારા રહેશે. તેમજ આગળ વાત કરતા જણાવ્યું કે પાંચ વર્ષમાં આ નંદિની કિંમતના દસ ગણું વળતર મળી રહેશે તેવું પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે.
રમેશભાઈ નંદિનું નામ રુદ્ર રાખ્યું
ગીર ગૌ જતન સંસ્થાના માલિક રમેશભાઈ રૂપારેલીયા આ 42 લાખ રૂપિયાનો રજવાડી નંદી તેમના મિત્ર પ્રભાતસિંહ ગાંગણા પાસેથી ખરીદ્યો છે. જેમના માટે રમેશભાઈ લોન પણ લીધી છે તેમજ આ નંદી પ્રથમ નજરમાં જ રમેશભાઈને ગમ્યો હતો ઉપરાંત નંદીની પણ જરૂરિયાત હોય જેથી આ નંદી ખરીદ્યો છે. આ નદી ગીર નસલ મૂળ રજવાડા વખતમાં સૌરાષ્ટ્રમાં આવેલ ભાડવા રાજદરબાર સમયનો હોવાનું રમેશભાઈએ વધુ જણાવ્યું હતું કે આ નસલની પેડેગરી રજીસ્ટર પણ છે. ત્યાર બાદ આ નસલ રમેશભાઈનાં મિત્ર પ્રભાતસિંહ ગાંગણા કેશોદ પાસેથી રમેશભાઈએ ખરીદ્યો છે. રમેશભાઈ આમનું નામ રુદ્ર રાખ્યું છે.
આગામી સમયમાં ઉત્તમ ગૌ વશનું ઉત્પાદન થશે
આ ગીર રુદ્રનંદિની ખાસિયત એવી છે કે ઉતમ પ્રકારના દેશી નસલનો હોવાની સાથે જેમની વ્યાખ્યા વેદોમાં પણ વર્ણવવામાં આવી છે. ઉપરાંત આ નંદીમાં માણસ કરતા પણ સારા ગુણ સંસ્કાર છે આ આ નંદી થકી આગામી સમયમાં ઉત્તમ ગૌ વશનું ઉત્પાદન થશે જેમાથી વાછરડા અને વાછરડીઓ તૈયાર થશે જેમાં રમેશભાઈને સંસ્થા માટે 1100 ગાયોનું હર્ટ બનાવવાનું પ્લાનિંગ કર્યું છે. તેમજ વાછરડાને નંદી બનાવવા માટે લોકો ખરીદશે જેમનું વળતર મળી રહે છે. આ નદીના માધ્યમથી ગૌ વંશના ઉત્પાદનમાં વાછરડી ઉત્પન્ન થશે તે રોગપ્રતિકારક શક્તિ અને પ્રકારની દૂધવાળી તૈયાર થશે જેથી આગામી સમયમાં વળતર મળી રહેશે.
રૂદ્ર નંદીની સાથે દરરોજ સવારે યજ્ઞ પણ કરવામાં આવે છે
આ નંદિની માવજત તેમજ વિકાસ વિશે વાત કરતાં રમેશભાઈએ જણાવ્યું હતું કે આ નંદીને ત્રણ કલાક ગાયો સાથે રાખવામાં આવે છે. ત્યારબાદ તેમની કેર કરવામાં આવે છે. તેમજ રૂદ્ર નંદીની સાથે દરરોજ સવારે યજ્ઞ પણ કરવામાં આવે છે. તેમજ નંદી ને અલગ રાખવામાં આવે છે. તેમજ ખોરાક માટે મગફળીનું ભુસુ, ડોડાવાળી મકાઈ, ગાજર, શેરડી સહિત સીઝન પ્રમાણે ખાસ ખોરાક આપવામાં આવે છે. આ ઉપરાત ઈંદ્ર જવ, ગોળ, અડદ, મગ, મકાઈ, જુવારનું ભડકુ તૈયાર કરી વગેરે રોજ સવાર-સાંજ આપવામાં આવે છે. આ ઉપરાત જેઠી મધ, અશ્વગંધા અને શતાવરી પાવડર, કાલમેંધ, સોડા બાય કાર્બોડેડ, સિંધાલૂણ મીઠું જેવા આર્યુવેદિક દ્રવ્યો પણ ખવડાવવામાં આવે છે.