ભરૂચ: ભરૂચના દહેજની દવા બનાવતી કંપનીમાં ગુજરાત એટીએસ અને SOGની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ કંપનીઓ દવા બનાવવાની આડમાં ડ્રગ્સ બનાવતી હોવાની માહિતી મળી રહી છે. ભરૂચની કંપનીમાંથી NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત રો મટિરિયલનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો છે. ગુજરાત એટીએસ દ્વારા રાજ્યની અનેક કંપનીઓમાં આ અંગેના દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, રાજ્યમાં ભરૂચ અને અંકલેશ્વર સહિત અનેક જગ્યાઓએ દરોડા પાડીને આ અંગેની તપાસ ચાલી રહી છે. જેમા પ્રાથમિક માહિતી સામે આવી રહી છે કે, ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, કેટલીક કંપનીઓ દવાઓની આડમાં ડ્રગ્સ વેચતા હતા. ગુજરાત એટીએસને મળેલી માહિતી બાદ રાજ્યની કેટલીક કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ટીમોની તપાસમાં મોટી માત્રામાં દવાની આડમાં ગેરકાયદેસર રો મટિરિયલ પણ મળ્યાની વાત હાલ સામે આવી રહી છે.
આ પણ વાંચો:
ગુજરાતમાં દસ IAS અધિકારીઓની બદલી, જુઓ કોનું કઈ જગ્યાએ કરાયું ટ્રાન્સફર
ગુજરાતના એટીએસના અધિકારીઓ સાથેની વાતમાં તેમણે જણાવ્યુ છે કે, હાલ આ અંગેની કામગીરી ચાલી રહી છે. આ કેસમાં જે વોન્ટેડ આરોપીઓ હતા તેમની પણ અટકાયત કરી લેવામાં આવી છે. તો થોડા સમયમાં તમામ માહિતી મળી શકે છે કે, આ મુદ્દામાલ ક્યાંથી લવાતો હતો અને આ રો મટિરિયલ કઇ રીતે અને ક્યાં મોકલવામાં આવતું હતુ તે તમામ દિશામાં તપાસ થઇ શકે છે. રાજ્યની બહાર પણ આનું નેટવર્ક હોવાની માહિતી પણ મળી રહી છે.
સુરતમાંથી પણ ઝડપાયું હતુ ડ્રગ્સ બનાવવાનું રો મટિરિયલ
આ પહેલા પણ ગુજરાતમાંથી ડ્રગ્સ બનાવવનું રો મટિરિયલ ઝડપાયું હતુ. ગુજરાત એટીએસ દ્વારા સુરતના પલસાણાની એક ફેક્ટરીમાં પણ થોડા મહિનાઓ પહેલા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં દરોડા પાડીને ગુજરાત ATS દ્વારા સુરતના કારેલીમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી. ATSએ કરોડોના રો મટીરિયલની સાથે 2 લોકોને દબોચી લીધા હતા. આ મામલે ગુજરાત ATS દ્વારા અનેક દિશાઓમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત ATSની ટીમે કારેલી ખાતે રહેણાંક વિસ્તારમાં એક પતરાના શેડમાં ચાલતી ફેક્ટરીમાં દરોડા પાડયા હતા. આ દરમિયાન ડ્રગ્સ જેવું કેફી પદાર્થ બનાવવાનું રો મટીરિયલ મળી આવ્યું હતું. અહીં ચુનાની ફેક્ટરીમાં આડમાં આ ગોરખ ધંધો ચલાવવામાં આવતો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર