ગાંધીનગરમાં ચાર હજાર જેટલા સરકારી કર્મચારીઓ ઘર માટે હજુ પણ લાઇનમાં | Around four thousand government employees are still in line for housing in Gandhinagar

HomeGandhinagarગાંધીનગરમાં ચાર હજાર જેટલા સરકારી કર્મચારીઓ ઘર માટે હજુ પણ લાઇનમાં |...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

પાટનગરમાં સરકારી કર્મચારીઓ જાયે તો જાયે કહાં

પ્રતિક્ષા યાદીમાં ચ ટાઇપના મકાન માટે ૧૫૦૦છ ટાઇપમાં ૩૫૦ અને જજ ૧જ ૨ ટાઇપમાં ૨૦૦૦ કર્મચારી સામેલ

ગાંધીનગર : કર્મચારીનગર કહેવાતા પાટનગરમાં જ સરકારી કર્મચારીઓ માટે
રહેઠાંણના મુદ્દે જાયે તો જાયે કહાં જેવી સ્થિતિનો અંત આવી રહ્યો નથી. પરિણામે
સરકારી મકાનના પ્રતિક્ષાર્થી એવા નાના કર્મચારીઓની સંખ્યા ૪૦૦૦ના આંકડાને પાર કરી
ગઇ છે. આધારભૂત સુત્રોમાંથી જાણવા મળેલી માહિતી પ્રમાણે પ્રતિક્ષા યાદીમાં ચ
ટાઇપના મકાન માટે ૧૫૦૦
,
ટાઇપમાં ૩૫૦ અને જ
, જ ૧, જ ૨ ટાઇપમાં ૨૦૦૦
કર્મચારી સામેલ છે.

સરકાર દ્વારા પાટનગર તરીકે ગાંધીનગરની સ્થાપના કરવામાં આવ્યા
બાદ અધિકારી
, કર્મચારીઓના
સ્થાયી વસવાટ માટે બાંધવામાં આવેલા બંગલાથી લઇને એક રૃમ રસોડાના મકાનો પાંચ દાયકા વિતવાની
સાથે જીર્ણ શીર્ણ હાલતમાં આવી ગયાં બાદ નવા આવાસ બાંધવામાં ભારે બેદરકારી દાખવવામાં
આવી હોવાના કારણે હવે મકાનોની ઘટ ઉભી થઇ છે. જોકે સરકાર દ્વારા નવા આવાસની બહુમાળી
કોલોનીઓ બાંધવામાં આવી છે. પરંતુ આ નિર્ણયો સમય વિત્યા બાદ લેવામાં આવ્યા હતાં. પરિણામે
સરકારનો વહીવટ વિસ્તરવાની સાથે વધેલા કર્મચારીઓની સંખ્યા અને જરૃરતના આવાસની સંખ્યાનો
તાલમેલ સાધી શકાયો ન હતો. છેલ્લે જર્જરિત બન્યાના પગલે આવાસો રહેવાસી માટે પ્રાણઘાતક
બનવાની સ્થિતિ સર્જાયા પછી સરકારની ઉંઘ ઉડી હતી. પરંતુ ત્યાં સુધીમાં પ્રતિક્ષા યાદી
૭ હજારના આંકડે પહોંચી ગઇ હતી. બીજી બાજુ નવી વસાહતોમાં મકાનોની ફાળવણી પણ કરવામાં
આવતી ન હતી. આ મુદ્દે પગલા લેવાયા બાદ હાલમાં પણ ૪ હજાર જેટલા કર્મચારીઓ સરકારી આવાસ
મેળવવા માટે રાહ જોઇ રહ્યાં છે.

 ભૂતકાળમાં કાયમી સિવાયના કર્મચારીઓને પણ ફાળવણી

વિવિધ સેક્ટરમાં આવેલા સરકારી આવાસ કર્મચારીઓ ઉપરાંત
સરકારના જાહેર સાહસોની કંપનીઓ
,
બેન્ક, મિલેટ્રી, શાળાઓ, દવાખાના અને
સંસ્થાઓને પણ ફાળવવામાં આવ્યાં છે. પરંતુ જે તે સમયે મકાનો પડતર રહેવાની સ્થિતિ
હતી ત્યારે આવા નિર્ણયો લેવાયા હતાં. પરંતુ બાદમાં કાયમી સરકારી કર્મચારીઓને
ફાળવવા માટે પણ મકાન ઉપલબ્ધ રહ્યાં ન હતાં. તેવા સમયમાં કરાર આધારિત અને
કોન્ટ્રાક્ટ હેઠળના તથા આઉટસોર્સ કર્મચારીઓ દ્વારા પણ વગ વાપરીને સરકારી આવાસો
મેળવી લેવામાં આવતાં ખરા કર્મચારીઓ જ લટકી પડયાં છે.

 નવી વસાહતો બાંધવાની કામગીરીમાં સરકારની મંથરગતિ

માર્ગ અને મકાન વિભાગ દ્વારા સેક્ટર ૬ અને ૨૯માં ટાવર
કોલોનીઓ ઉભી કરવામાં આવી રહી છે. પરંતુ કોરોના કાળ સહિતના વિઘ્નો અને બાંધકામમાં
મંથરગતિના કારણે નવા ફ્લેટ ટાઇપ આવાસ ઉપલબ્ધ થઇ રહ્યાં નથી. નવા આવાસની ઉપલબ્ધિ
મોડી થવા પાછળ સચિવાલયમાં બેસતા બાબુઓ અને મંત્રીઓ પણ ઓછા જવાબદાર નથી. તંત્ર
દ્વારા એકથી વધુ સાઇટ પર બાંધકામ થઇ શકે તેમ હોવાના પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યા
બાદ પણ સાઇટની પસંદગી કરવામાં મહિનાઓ ઉપરાંત સમય વિતાવી દેવામાં આવ્યાના બનાવ
બન્યાં છે.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon