- જીસ્વાન એન્જીનીયર અને પાડોસીના ઘરમાંથી 6 મોબાઈલ ફોનની તસ્કરી
- રાત્રિના અજાણ્યા ઈસમોએ ઘરના દરવાજા ખોલી મોબાઈલ તફડાવી ગયા
- તસ્કરો 6 મોબાઈલ, ચાર્જર મળી કુલ્લે રૂ.58 હજારના મુદામાલની ચોરી કરી ફરાર
શહેરની મામલતદાર કચેરીમાં જીસ્વાનનું કામ કરતા એન્જિનિયરિંગ તેમજ આસપાસમાં આવેલ અન્ય ત્રણ મકાનમાં આજે રાત્રિના અરસામાં કોઈ અજાણ્યા ઈસમો ધસી ગયા હતા. તસ્કરોએ મકાનના દરવાજા ખોલી અંદર રાખેલ અલગ અલગ કંપનીના 6 મોબાઈલ ફોન રૂપિયા 58 હજારની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
ગાંધીધામ એ ડિવિજન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત બુધવારના રાત્રિના સાડા આઠેક વાગ્યાથી આજે સવારના સાત વાગ્યા દરમિયાન આ બનાવને અંજામ આપવામા આવ્યો હતો. શહેરના નવી સુંદરપુરીમાં રહેતા અને મામલતદાર કચેરીમાં જીસ્વાનની કામગીરી કરતા એન્જીનીયર જીગ્નેશ શિવા ચૌહાણના બંધ મકાનમાં રાત્રિના અરસામાં કોઈ અજાણ્યા ઈસમો ત્રાટક્યા હતા. તસ્કરોએ જીગ્નેશનો આઈફોન સહિત બે મોબાઈલ તથા ચાર્જની ચોરી કરી ગયા હતા.
તસ્કરોએ પાડોસમાં રહેતા સતીષ મકવાણા, હર્ષદ વાસભાઈ વણકર અને બંસીભાઈ હેમાભાઈ વણકરના મકાનમાં પડાવ નાખ્યો હતો. જ્યાંથી પણ અલગ અલગ કંપનીના 4 મોબાઈલ ફોનની ચોરી કરી ગયા હતા. ચાર મકાનોમાં તસ્કરોએ 6 મોબાઈલ ફોન, ચાર્જર મળી કુલ્લે રૂપિયા 58 હજારના મુદામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા, જેથી પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.