ભાઇની હત્યાના મનદુથખે સેડાતા રોડ પર ખૂન કા બદલા ખૂન કિસ્સો બન્યો હતો
પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્કવોડે આરોપીને ભુજથી ઝડપી પાડીને ગડપાદર જેલમાં મોકલી આપ્યો
ભુજ: ખૂનના કેસમાં ગડપાદર જેલમાં સજા ભોગવતો આરોપી સાહિલ દાઉદ અજડીયા જેલમાંથી વચગાળાના જામીનમાં છુટીને છેલ્લા ચાર વર્ષથી નાસતો ભાગતો હોઇ પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આરોપીને તેના ભુજમાં ઘરમાંથી દબોચી લઇ ગડપાદર જેલમાં મોકલી આપ્યો હતો.
ગત ૨૭ જુલાઇના આરોપી સાહિલ અજડીયાના ભાઇનું ખૂન કરનાર મુસ્તાક રહેમ્તુલ્લા કકલ અને તેમના ભાઇ સહિત ચાર લોકો ભુજ કોર્ટમાં ખૂન કેસમાં વોરંટ રદ કરવા આવ્યા હતા. પરત બાઇક પર જઇ રહ્યા હતા. ત્યારે સાહિલ અજડીયા સહિતના લોકો તુફાન જીપથી પાછળ જઇને સેડાતા પાસે બાઇક જીપ ભટકાળીને મુસ્તાક કકલને તલવારના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ખૂન કેસમાં સાહિલ અજડીયા ગડપાદર જેલમાં કાચા કામ કેદી તરીકે હોઇ જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ ચાર વર્ષથી નાસતો ભાગતો હતો. સાહિલ અજડીયા સામે તે માનકુવા પોલીસ મથકમાં ખૂન કેસ ઉપરાંત ભુજ ડિવિઝન પોલીસ મથકે હત્યાના પ્રયાસ અને મારા મારી પ્રોહિબીશનના ત્રણ કેસ નોંધાયા છે. તેમજ મુંદરામાં મારા મારી અને પ્રોહિબીશનના કેસો નોંધાયા છે. આરોપી સાહિલને પકડવા પોલીસે ટીમ બનાવી હતી. છેલ્લા ચાર વર્ષથી જેલમાંથી પેરોલ જંપ મારીને નાસતો ફરતો હતો. પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આરોપી સાહિલને તેના ભુજ સંજોગનર ખાતે આવેલા ઘરમાંથી ઝડપી પાડીને ગડપાદર જેલમાં મોકલી આપ્યો હતો. આ કામગીરીમાં સ્પેશીય ઇન્વેસ્ટીગેશન ટીમના સબ ઇન્સ્પેકટર એચ.એમ.ગોહિલ, કે.એચ.આહિર, રૂદ્રસિંહ જાડેજા, હરીભાઇ બારોટ, ધર્મેન્દ્રભાઇ રાવલ સહિતની ટીમ જોડાઇ હતી.