- કડીના મહારાજપુરામાંઆંબા કાપ્યા છે હવે તલવાણિયાને કાપવાના
- તલવાણીયા પાટીદારોને મારી નાખવાની ધમકી આપતી ચિઠ્ઠી મુકાઈ
- અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
કડી તાલુકાના મહારાજપુરા ગામની સીમના ખેતરમાં બે વર્ષ અગાઉ વાવેલા 31 આંબાના છોડને અજાણ્યા શખસોએ બદઇરાદે અને ગેરકાયદેસર રીતે કાપી નાખ્યા હતા. ખેતરમાં અજાણ્યાં શખ્શો તાર ફ્ન્સીંગ તોડી પ્રવેશ કરી ખેતરમાં વાવેલા 31 છોડોને કાપી નાખ્યા હતા.
ખેતરમાં છોડ કાપી તાર ઊપર નનામી ધમકી ભરી ચિઠ્ઠી મૂકી ગયા હતા. જે ઘટનાની જાણ ખેતરના માલિકને થતાં ખેતર માલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ખેતરના માલિકે બાવલુ પોલીસને જાણ કરાતા બાવલું પોલીસ ઘટના સ્થળે દોડી આવી ખેતર માલિકના નિવેદનના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કડી તાલુકાના મહારાજપુરા ગામના વતની અને હાલ મહેસાણા ખાતે રહેતા પ્રવીણ ઈશ્વરભાઈ પટેલ હાલ નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે તેમના મૂળ વતન મહારાજપુરા ખાતે 12 વીઘા જમીન આવેલી છે. જેમાંથી સર્વે નંબર 448 વાળી ચાર વીઘા જમીનમાં બે વર્ષ અગાઉ 250 આંબાના છોડ રોપ્યા છે. પ્રવીણભાઈ મહેસાણા ખાતે ઘરે હાજર હતા ત્યારે તેમના કાકાના દીકરા હસમુખ પટેલે ફેનથી જાણ કરી હતી કે કોઈ અજાણ્યા શખ્સો રવિવારે રાત્રિના સમયે તાર ફ્રેન્સીંગ તોડી ખેતરમાં પ્રવેશ કરી વાવેલા આંબાના છોડને કાપી નાખ્યા છે.
પ્રવીણભાઈને જાણ થતાની સાથે સોમવારે વહેલી સવારે પોતાના વતન મહારાજપુરા ખાતે ખેતરે દોડી આવ્યાં હતા. જ્યાં હસમુખભાઈ પટેલ અને ખેતરની ચોકી કરતા નરસિંહભાઈ હાજર હતા. ખેતરમાં તપાસ કરતા બે વર્ષ અગાઉ વાવેલા 31 આંબાના છોડનું ગેરકાયદેસર અજાણ્યા શખ્સો દ્વારા છેદન કરેલું હતું. જ્યાં પ્રવીણભાઈએ ખેતરમાં અન્ય જગ્યાએ ચકાસણી કરતા ખેતરની ફરતે લગાવેલ તાર ફ્ન્સીંગ બે જગ્યાએથી કપાયેલી હાલતમાં હતી અને વાડ પર એક કાગળમાં લખેલી ચીઠી મળી આવી હતી. જે વાંચતાની સાથે ચોંકી ઉઠયા હતા.
પ્રવીણભાઈને ખેતરમાંથી મળી આવેલી ચિઠ્ઠીમાં ધમકી ભરેલ લખાણ લખ્યું હતું કે, તલવાણીયા પરિવાર આજ તમારા આંબા કાપ્યા છે, હવે તલવાણીયાઓને કાપવાના છે અને તમને લોકોને જાનથી મારી નાખીશું અમે બારેય જણા ખર્ચે વેઠી લઈશું જેવી ચિઠ્ઠી લખીને અજાણા શખ્શો ખેતરમાં વાવેલા આંબાના છોડ કાપી ફરાર થઈ ગયા હતા.