01
ખેડાઃ નેશનલ હાઈવે-48 પર અકસ્માતની ઘટના બની હતી. જ્યાં ટ્રેલર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત બાદ ટ્રેલરમાં ભીષણ આગ લાગી હતી. આ ટ્રેલર સ્ટીલની પ્લેટથી ભરેલું હતું, જ્યારે ભીષણ આગ લાગતા ટ્રેલરનું કેબિન બળીને ખાખ થઇ ગયું હતું. અકસ્માતમાં ટ્રેલરના ડ્ર્રાઈવરનું મોત નીપજ્યું છે. જેસીબીની મદદ વડે ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.