Prashant Samtani, Panchmahal – અવારનવાર સોશિયલ મીડિયામાં સામાજિક સંસ્થાઓ જુદા જુદા પ્રકારની સમાજ સેવા કરતી નજરે પડતી હોય છે. પરંતુ ખરેખર જે વ્યક્તિઓને મદદની જરૂરિયાત હોય છે, ત્યાં સુધી ઘણી વખત સંસ્થાઓ પહોંચી શકતી નથી. સંસ્થાઓ અને લોકો વચ્ચે રહેલા ગેપને દૂર કરવા માટે ગોધરા શહેરના M.com નો અભ્યાસ કરતા 24 વર્ષીય યુવાન ભાવિન ભોઈ દ્વારા એક નવા પ્રકારનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ભાવિન દ્વારા 7 થી 8 યુવાનોની ટીમ બનાવીને જય માતાજી ફાઉન્ડેશન નામની સંસ્થા શરૂ કરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભાવિન જોડે જોડાયેલા તમામ યુવાનો હજી તો સ્કૂલમાં જ અભ્યાસ કરી રહ્યા છે અને અભ્યાસની સાથે સાથે તેઓ ભાવિનના સામાજિક કાર્યમાં તેની સાથે જોડાતા હોય છે.
ગત વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદના પાણીના કારણે, રસ્તે ઝૂંપડા બાંધી રહેતા લોકોના ઝુંપડા અથવા કાચા મકાનો ધોવાઈ ગયા હતા , તેમને રહેવા લાયક કરી અને વરસાદમાં તેઓ ફરિ વાર ન તુટે તે પ્રકારના કાચા બાંધકામો કરીને ભાવિન દ્વારા અત્યાર સુધી ગોધરા શહેરની આસપાસના 7 થી 8 જેટલા મકાનોનું રીનોવેશન કામ પોતાની પોકેટ મની માંથી કરવામાં આવ્યું છે. મોટી મોટી સામાજિક સંસ્થાઓ દાન લઈને નાના-મોટા સામાજીક કાર્યો કરતી હોય છે , પરંતુ કોલેજમાં અભ્યાસ કરતા યુવાન દ્વારા કરવામાં આવેલા આ મહાન કાર્યને ફક્ત પંચમહાલ જિલ્લાની જ નહીં પરંતુ ગુજરાત ભરની જનતા બિરદાવી રહી છે.
ભાવિન ભોઈ દ્વારા તેણે કરેલા આ કાર્યોને મોબાઈલ ફોનની મદદથી વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર પણ કરવામાં આવ્યા હતા. જેનો હેતુ હતો કે, આ વીડિયો જોઈને અન્ય યુવાનો અને અન્ય લોકોને પણ પ્રેરણા મળે અને તેઓ પણ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે આગળ આવે. તમને જાણીને નવાઈ લાગશે કે ભાવિનભાઈ દ્વારા શેર કરવામાં આવેલ વિડિયો ને જોઈને 100 થી 200 લોકોએ ભાવિનનો દૂર દૂરના સ્થળેથી સંપર્ક સાધ્યો છે અને ભાવિનના આ મહા કાર્યમાં જોડાવા માટેની તૈયારી દર્શાવી છે.
News18ગુજરાતી
ધીમે ધીમે ભાવિન ભોઈ સોશિયલ મીડિયામાં તેના સામાજિક કાર્યોથી સ્ટાર બની રહ્યો છે અને લોકો ખૂબ મોટી સંખ્યામાં ભાવિનના વિડીયોસ ને શેર કરીને તેને અભિનંદન પાઠવી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર