- ભારતીયો વિશે વિવાદિત નિવેદન કરનાર
- પૂતળા દહન કરી કાર્યક્રમ યોજી વિરોધ કર્યો હતો
- નિવેદન ધર્મ જાતિ અને વંશી હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો
ગાંધી પરિવારના નજીક ગણાતા અને સલાહકાર તેમજ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના દેશના નાગરિકો માટે વાંધાજનક નિવેદન કરતા વિવાદ ઉભો થતા ભાજપ પક્ષ દ્વારા ડભોઇ ટાવર ચોક ખાતે પૂતળા દહન કરી કાર્યક્રમ યોજી વિરોધ કર્યો હતો. ગાંધી પરિવારના નજીક ગણાતા અને સલાહકાર તેમજ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના નેતા શામ પિત્રોડાએ કહ્યું હતું કે, પૂર્વના લોકો ચાઈનીઝ પશ્ચિમના લોકો અરબ અને ઉત્તરમાં ગોરા તેમજ દક્ષિણ ભારતમાં લોકો આફ્રિકન જેવા લાગે છે. હું ગુજરાતી છું પણ મને દક્ષિણ ભારતની ઈડલી પસંદ છે. આપણા દેશના વિવિધ વચ્ચે પણ ભાઈચારો જોવા મળે છે. તેમજ ભારત પણ તેનાથી કોઈ જ ફરક નથી પડતો. શામ પિત્રોડાના નિવેદન ધર્મ જાતિ અને વંશી હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે ડભોઇ શહેર તાલુકા ભાજપ સમિતિ દ્વારા ટાવર ચોક ખાતે શામ પિત્રોડાના પુત્રળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવી વિરોધ કર્યો હતો.