- દૂધ હડતાલને પગલે અનેક સ્થળોએ ડેરીઓમાં તોડફોડ થવાની ઘટનાઓ
- ગીરીરાજ ડેરીમાં બાઈક સવારોએ 100 લીટર દૂધ ઢોળી નાખ્યું
- આરોપીઓને સ્પષ્ટ ઓળખી શકાય તેવા સીસીટીવી સામે આવ્યાં
ગતરોજ માલધારીઓની દૂધ હડતાલને પગલે કેશોદમાં માહી ડેરીમાં દૂધ ઢોળી નાખવાની ઘટના સહીત અન્ય એક દુધના ધંધાર્થીનું દુધ ઢોળી નાખવાની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ ગીરીરાજ ડેરીમાં બાઈક સવારો બેફામ બની દુકાનમાંથી 3 કેન ખેંચી લઈ રોડ પર આશરે 100 લીટર દુધ ઢોળી નાખ્યું હતું. દુધ ઢોળી નાખનાર ટોળાના સ્પષ્ટ ઓળખી શકાય તેવા સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે.
કેશોદમાં જુદી જુદી ડેરીઓમાં ટોળાએ આપેલ ધાક ધમકી થી સમગ્ર તાલુકામાં ડરનો માહોલ. અચાનક અજાણ્યું ટોળું દુકાનમાં ધસી આવતાં ડરના માર્યા વેપારી મૌન બની દુધ ઢોળવાની ઘટનાને જોતા રહ્યા હતા. ટોળાએ જતાં જતાં વેપારીને બીજા દિવસે દુકાન ન ખોલવા ધમકી પ આપી હતી.
એવી જ રીતે કેશોદના માંગરોળ રોડ પર બાઈક સવાર અજાણ્યાં ટોળું માહી ડેરીમાં ધુસી જઈ હજારો લીટર દૂધ ઢોળી નાખી ફરાર થઇ ગયું હતું. પોલીસે માહી ડેરી ખાતે પહોંચી સીસીટીવી ફુટેજ અને ફરિયાદી રામભાઇ કેશવાલાના નિવેદન આધારે ફરીયાદ નોંધી અજાણ્યાં ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી. આ ટોળા દ્વારા અન્ય જગ્યાએ પણ ડેરી ચાલકોને ધમકાવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થતાં અજાણ્યાં ટોળામાં સામેલ શખ્સોને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.