કેવડિયામાં ચાર સિંહબાળ પ્રથમવાર ટહેલવા નીકળ્યા

HomeKevadiyaકેવડિયામાં ચાર સિંહબાળ પ્રથમવાર ટહેલવા નીકળ્યા

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • સિંહ યુગલ સુલેહ-શ્રાદ્ધાએ 3 મહિના પહેલાં ચાર બાળને જન્મ આપ્યો હતો
  • સહેલગાહથી પીંજરા સહિત સમગ્ર જંગલ સફરીનું વાતાવરણ જીવંત બની ગયું
  • ચારેય સિંહબાળ ને પિંજરામાં છોડાતા સ્ટાફ્ના ચહેરા ખુશી થી ખીલી ઉઠયા

એશિયાઇ સિંહ આમ તો ગીરના જંગલના કુદરતી પ્રસૂતિ ગૃહમાં જન્મે. પરંતુ હવે એકતા નગર કેવડિયાની જંગલ સફરીએ પણ સિંહના પ્રસૂતિ ગૃહનો માનભર્યો દરજ્જો મેળવી લીધો છે. સિંહ યુગલ સુલેહ અને શ્રાદ્ધાએ આ માનવ રચિત મીની જંગલમાં સફ્ળ સંવનન અને પ્રજનન દ્વારા ત્રણ મહિના અગાઉ ચાર સિંહબાળને જન્મ આપ્યો હતો.

હવે આ ચારેય બાળ સિંહો એ પહેલીવાર પિંજરા ના ઘરમાં પાપા પગલી માંડતા વધુ એક વાર હરખની હેલી ચઢી છે. એકતાનગર સ્થિત સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક (જંગલ સફરી)માં 3 મહિના પહેલા માદા સિંહ *શ્રાદ્ધા*એ 4 બચ્ચાઓને જન્મ આપ્યો હતો. પ્રવાસીઓથી બારે માસ ધમધમતા જંગલ સફરીમાં બાળ સિંહોના જન્મના હરખથી વધામણાં કરાયા હતા. સિંહ યુગલ *સુલેહ* અને *શ્રાદ્ધા* ના સફ્ળ પ્રજનન બાદ જન્મેલા ચાર સિંહ બાળની યોગ્ય કાળજી એનિમલ કીપર અને તબીબોની નિષ્ણાત ટીમ દ્વારા લેવામાં આવતી હતી. જેનું ઉમદા પરિણામ મળ્યું છે. આજે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા પ્રમાણે ચારે સિંહ બાળ ગંગા, જમુના અને સરસ્વતી અને નર સિંહ બાળને વિશાળ પિંજરામાં છોડવામાં આવ્યા હતા,હવે ચારે નટખટ અને માસૂમ સિંહબાળના છટાદાર વિચરણ – સહેલગાહથી પિંજરા સહિત સમગ્ર જંગલ સફરીનું વાતાવરણ જીવંત બન્યું હતું.

જંગલ સફરીના પ્રત્યેક કર્મયોગીઓ હંમેશા પ્રશું પક્ષીઓ પ્રત્યે સંપૂર્ણ વાત્સલ્ય ભાવ,ચાહના અને ઉષ્માપૂર્ણ વ્યવહાર રાખે છે.આજે ચારેય સિંહબાળ ને પિંજરામાં છોડાતા એનિમલ કીપર સહિતના સ્ટાફ્ના ચહેરા ખુશી થી ખીલી ઉઠયા હતા.

તમે પણ રાહ જોયા વગર ઝડપથી એકતા નગર જંગલ સફરીમાં પહોંચી જાવ અને મસ્તીખોર સિંહ બાળો ને રમતા નિહાળી આપની સફ્રને સફ્ળ અને યાદગાર બનાવો. ગત વર્ષે પણ શ્રાદ્ધા અને સુલેહે પણ 2 બચ્ચાને જન્મ, આપ્યો હતો અને આ વર્ષે વધુ 4 બચ્ચાને જન્મ આપ્યો છે જેથી પ્રવાસીઓ માટે જંગલ સફરીમા સૌથી મોટુ આકર્ષણ સિંહ પરીવાર બન્યુ છે અને તે પણ બાળ સિંહોની નટખટ મસ્તીને કારણે. પ્રાણીસંગ્રહાલયમાં જન્મ લેતા પ્રાણીઓના પણ અનોખા નામ રાખવામાં આવે છે તે પ્રમાણે આ ચાર સિંહ બાળ પૈકી 3 માદાઓના નામ ગંગા, જમુના અને સરસ્વતી નામ આપવામાં આવ્યુ છે અને નર બાળ સિંહનું નામકરણ ટુંક સમયમાં જ કરવામાં આવશે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon