કેનેડામાં રહેતા ભારતીયોએ પાછા આવવું પડશે? સાત લાખ વિદેશી વિદ્યાર્થીઓ પર આફત | canada work permit expiry indian and foreign students have to leave country next year

HomeNRI NEWSકેનેડામાં રહેતા ભારતીયોએ પાછા આવવું પડશે? સાત લાખ વિદેશી વિદ્યાર્થીઓ પર આફત...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Canada Work Permit Expiry: કેનેડામાં જસ્ટિન ટ્રુડોની સરકાર ઈમિગ્રન્ટ્સને લઈને કડક હોવાનું જણાય છે. કેનેડામાં લગભગ 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે. કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે ગયા સપ્તાહની શરૂઆતમાં માહિતી આપી હતી કે, 2025ના અંત સુધીમાં કેનેડામાં લગભગ 50 લાખ કામચલાઉ પરમિટ સમાપ્ત થવા જઈ રહી છે. એવામાં કેનેડિયન ઇમિગ્રેશનને આશા છે કે મોટાભાગના વિદેશી વિદ્યાર્થીઓ પરમિટ પૂરી થતા દેશ છોડી દેશે.  

પરમિટની મુદત પૂરી થતા છોડશે દેશ 

વર્ષ 2025માં 50 લાખ ટેમ્પરરી પરમિટની મુદત પૂરી થઈ રહી છે, જેમાંથી 7 લાખ પરમિટ વિદ્યાર્થીઓની છે. તાજેતરમાં ટ્રુડો સરકારે આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ પરમિટની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2024માં સ્ટુડન્ટ પરમિટમાં 35 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારબાદ 2025માં વધુ 10 ટકાનો ઘટાડાનો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓને ફરીથી પરમિટ મેળવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

વર્ક પરમિટ માટે કડક તપાસ થશે 

ટેમ્પરરી વર્ક પરમિટ સામાન્ય રીતે 9 મહિનાથી 3 વર્ષ સુધી જારી કરવામાં આવે છે. તેમજ કેનેડામાં કાયમી વર્ક પરમિટ મેળવવા માટે ડિપ્લોમા કે ડિગ્રી કરેલા વિદેશી વિદ્યાર્થીઓને જરૂરી અનુભવ મેળવવા માટે આપવામાં આવે છે. આ પરમિટ અંગે મિલરે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડામાં રહેવા માટે અરજી કરી રહ્યા છે, જે ચિંતાજનક છે. તેથી, અમે આ અરજીઓની કડક તપાસ કરીશું અને બનાવટી અરજદારોને બાકાત રાખીશું.’

નવા વર્ક પરમિટ પણ આપવામાં આવશે 

કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું કે બધા અસ્થાયી પ્રવાસીઓને દેશ છોડવાની જરૂર નથી. તેના બદલે, કેટલાકને નવી પરમિટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ આપવામાં આવશે. કેનેડાના ઇમિગ્રેશન વિભાગના ડેટા અનુસાર, મે 2023 સુધીમાં 10 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં હતા. તેમાંથી 3,96,235 પાસે 2023ના અંત સુધી પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ હતી. 

આ પણ વાંચો: વિશ્વ સ્તરે યુદ્ધને કારણે હથિયાર બનાવતી કંપનીઓ માલામાલ! એક વર્ષમાં આવક અબજોમાં વધી

પરંતુ કેનેડા હવે આ પરમિટ આપવામાં ખૂબ જ કડક બની રહ્યું છે. આના કારણે કેનેડાએ 2024માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની પરમિટમાં 35%નો ઘટાડો કર્યો હતો. હવે ટ્રુડો સરકાર 2025 માં તેને વધુ 10% ઘટાડવાની યોજના ધરાવે છે.

સરકારની આ યોજનાનો વિરોધ થઇ રહ્યો છે

જો કે ટ્રુડોના આ નિર્ણયનો તેમના જ દેશમાં વિરોધ થઈ રહ્યો છે. રૂઢિચુસ્ત નેતા પિયર પોઈલીવરે જસ્ટિન ટ્રુડોની નીતિઓની ટીકા કરતા કહ્યું છે કે તેનાથી અસ્થાયી રહેવાસીઓ માટે અનિશ્ચિતતા ઊભી થઈ છે અને તેનાથી દેશને નુકસાન થઇ રહ્યું છે. એ પણ કહ્યું કે વર્ષ 2025ના અંત સુધીમાં લગભગ 50 લાખ અસ્થાયી રહેવાસીઓએ દેશ છોડવો પડી શકે છે.


કેનેડામાં રહેતા ભારતીયોએ પાછા આવવું પડશે? સાત લાખ વિદેશી વિદ્યાર્થીઓ પર આફત 2 - image



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon