કાેકવાવ ગામ પાસે બાઇક પરથી નીચે પટકાયેલી યુવતીનું મોત | A young woman died after falling off her bike near kokvav village

HomeBharuchકાેકવાવ ગામ પાસે બાઇક પરથી નીચે પટકાયેલી યુવતીનું મોત | A young...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

નેત્રંગ.તા.૧૫

નેત્રંગ-દેડિયાપાડા માર્ગ ઉપર કુપ અને કોડવાવ ગામ વચ્ચે બે
બાઇક સામસામે અથડાતા નીચે પટકાયેલી 
યુવતીનું ગંભીર ઇજાથી ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ.જ્યારે બંને બાઇક
ચાલકોને ઇજા થઇ હતી.

નેત્રંગ તાલુકાના વરખડી ગામે રહેતા
રોહિતભાઇ છત્રસીંગ વસાવાની સગાઇ અંકલેશ્વર તાલુકાના અવાદર નજીકના  પારડી મોખા ગામે રહેતી યુવતી નિશા બેન વસાવા
સાથે થઇ હતી.તા. ૧૩ ના રોજ હોળીનો તહેવાર હોવાથી રોહિત તેની મંગેતર નિશાને લેવા
માટે પારડી મોખા ગામે ગયો હતો.તે બાદ નિશાબેનને બાઇક પર બેસાડી વરખડી આવવા નીકળ્યો
હતો.નેત્રંગથી દેડિયાપાડા માર્ગ પર પસાર થતાં સમયે રોહિતે આગળ જતી એક બેસને ઓવરટેક
કરતા સામેથી આવી રહેલી અન્ય બાઇક સામે અથડાઇ જતાં અકસ્માતમાં બંને બાઇક સવાર નીચે
પટકાયા હતા.તેમાં નિશા બેન બાજુમાં ચાલતી એસ ટીબસના પાછળના વ્હીલ નીચે આવી જતાં
તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ.બંને બાઇક ચાલકાને ઇજા થતાં નેત્રંગ સરકારી
દવાખાને સારવાર માટે ખસેડાયા હતા.તે બાદ રોહિત ભાઇને વધુ સારવાર માટે રાજપીપળા
સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા.જ્યારે અન્ય બાઇખના ચાલક દિલિપ વસાવાને વધુ સારવાર
માટે ભરૃચ ખાતે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.અકસ્માત બાદ અસ ટી બસનો ચાલક વાહન
સાથે સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.

આ ઘટના અંગે મૃતક યુવતીના પિતા અશોક શંકરભાઇ વસાવા
રહે.પારડી મોખા ગામ તા. અંકલેશ્વર જિ. ભરૃચને તેમના જમાઇ રોહિત છત્રસિંગ વસાવા રહે
ગામ વરખડી તા.નેત્રંગ અને સરકારી બસના ચાલક (જેનું નામ સરનામું જણાયેલું નથી)
તેમની વિરૃધ્ધ નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

wpChatIcon
wpChatIcon
What would make this website better?

0 / 400