વેરાવળમાં સાંસદ રાજેશ ચુડાસમા ગરબે ઘૂમ્યા છે. જેમાં ભાજપ દ્વારા આયોજીત વેલકમ નવરાત્રિ ઉત્સવ યોજવામાં આવ્યો છે. તથા કાર્યકરોમાં જુસ્સો વધારવા ભાજપના નેતા ગરબે ઘૂમ્યા છે. જેમાં સાંસદ ચુડાસમાનો ગરબે ઘૂમતાનો વીડિયો વાયરલ થયો છે. ભાજપ કાર્યકરો, પદાધિકારીઓ કેસરી ટોપી, ખેસ પહેરી જોડાયા છે. તેમાં સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર પણ ગરબે ઘૂમ્યા છે. જેમાં કાર્યકરોનો જુસ્સો વધારવા ભાજપના પદાધિકારીઓ પણ મનમૂકીને ગરબે ઘૂમ્યા છે.