Vadodara News : છોટાઉદેપુર ખાતે પોલીસે ગુનાના કામે આરોપી સંદીપ રાજપુતની ધરપકડ થતાં જેલમાં ધકેલાયો હતો. પરંતુ જેલમાં કોઈ અગમ્ય કારણે મોતની હોવાની તંત્ર દ્વારા જાણ કરાતા પરિવારજનોમાં શોકની કાલીમા વ્યાપી હતી. કસ્ટોડિયન ડેથ અંગે પરિવારજનોએ નિષ્પક્ષ તપાસ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર પોલીસે ગુનાના કામે આરોપી સંદીપ રાજપૂતની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ સંદિપે તેની પત્ની અને પરિવારજનો સાથે વાતચીત પણ કરી હતી.
ગુનાના કામે સંદીપ રાજપૂતને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયો હતો ત્યારબાદ જેલમાં ધકેલાયો હતો. પરંતુ જેલમાં ધકેલાયા બાદ માત્ર એક કલાકમાં જેલ તંત્ર દ્વારા ફોનથી જાણ કરવામાં આવી હતી કે સંદીપ રાજપૂતનું આકસ્મિક અવસાન થયું છે. દુર્ઘટનાની જાણ થતા પરિવારજનો અને સગા સંબંધીઓમાં શોકની કાલીમા વ્યાપી હતી.
કસ્ટોડિયલ ડેથ થતા મૃતકની લાશ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં મૃતકના એકત્ર પરિવારજનો અને સગા સંબંધીઓએ જ્યાં સુધી નિષ્પક્ષ તપાસ નહીં થાય ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.