- પોલીસે બંને બનાવમાં ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
- અજયસિંહે બન્નેને લાકડી મારી ઈજા કરી હતી
- જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો હતો
કપડવંજ તાલુકાના ધોળાકુવા ગામમાં તેમના પરિવાર સાથે આકાશકુમાર ચંદ્રસિંહ ઝાલા રહે છે. તેમના પિતાજીના વસિયતનામામાં તેમના કાકી નાનબાબેને કોસમ ગામની સીમની જમીન આપી દીધી હતી. આ બાબતે કરણસિંહને મન દુઃખ છે. કારણ કે બન્નેના કાકી નાનબાબેન છે. કરણસિંહ અન્ય નવ ઈસમોએ પોતાનો બદઈરાદો બર લાવવા એકસંપ થઈને આકાશના દાદા ભવાનસિંહ ખેતરમાં એકલા હોય કરણસિંહે લાકડીથી ઈજા પહોંચાડી હતી તથા અન્ય પાંચે માર માર્યો હતો.જેથી આકાશ, ચંદ્રસિંહ અને વિશાલ ખેતરમાં જતા કરણસિંહ તથા અન્ય ઈસમોએ તેઓની સાથે ગાળાગાળી કરણસિંહે આકાશને માથામાં દાંતી મારી હતી તેમજ રતનસિંહ અને વિરાજસિંહે પણ લાકડી મારી ઈજા પહોંચાડી હતી તથા બન્નેએ ચંદ્રસિંહને લાકડી મારી હતી. તેમજ ચંદ્રસિંહ અને વિશાલને કરણસિંહે દાંતી મારી ઈજા પહોંચાડી અને વિરાજસિંહ, પ્રવિણસિંહ તથા અજયસિંહે બન્નેને લાકડી મારી ઈજા કરી હતી. કરણસિંહ સાથેના અન્ય ઈસમોએ ભવાનસિંહને જમીનમાં દાટી દેવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે આતરસુંબા પોલીસ સ્ટેશનના સુત્રોએ ઈપીકો કલમ 307 સહિત અન્ય કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં કપડવંજ નગરના શાંતિનગર ભીલવાસમાં રહેતા ચકુબેન માંગીલાલ મારવાડીનાઓ એક મહિનાએ જૈન વિહારમાં જઈ પરત ફર્યા હતા.જેથી તેણીના પતિ માંગીલાલે તેણી પાસે પૈસાના માંગણી કરતા તેમને ના પાડી હતી. જેથી માંગીલાલે ઘરમાંથી ઘારિયુ લઈ આવી તેણી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો તથા જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો હતો. આ બનાવ સંદર્ભે કપડંજ ટાઉન પોલીસે આઈપીસી કલમ 307 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.