- ખેડૂતોને શ્રોષ્ઠ સિંચાઈ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવશે
- તળાવ અંદાજે 100 વીઘા ખોદવાની કામગીરી થશે
- લોકોને પીવાના પાણીનો અને સિંચાઈનો લાભ મળશે
સુજલામ સુફલામ યોજના અંતર્ગત કપડવંજ તાલુકાના જલોયા ગામે તળાવ ઉંડુ કરવાની કામગીરીનું નીરીક્ષણ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે કર્યું હતું. આ મહાઅભિયાનમાં પાણીના સ્તર ઉંચા લાવી ખેડૂતોને શ્રોષ્ઠ સિંચાઈ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવશે.જલોયા તળાવ અંદાજે 100 વીઘા ખોદવાની કામગીરી થશે. જલોયા તળાવ અને બેટાવાડાનું ભાલ તળાવ મળી આ બન્ને તળાવોમાં ભુંગળિયા ચેકડેમથી પાઈપલાઈન દ્વારા પાણી નાંખી ભરવામાં આવશે. સાથે સાથે હાલના સમયે પાઈપ લાઈન નાંખવાની કામગીરી પણ ચાલી રહી છે.જેનાથી તળાવની આજુબાજુના ગામોની જમીનમાં પાણીના તળ ઉંચા આવશે અને આ બન્ને તળાવો ભરાવાથી આજુબાજુના અંદાજે 50 જેટલા ગામોના લોકોને પીવાના પાણીનો અને સિંચાઈનો લાભ મળશે. આગામી ટૂંક જ સમયમાં કપડવંજ તાલુકાના બેટાવાડા ગામનું ભાલ તળાવ ખોદવાની કામગીરી શરૂ થનાર છે તેમ જાણવા મળ્યું છે. આ બન્ને તળાવો ઉંડા થવાથી પાણીનો સંગ્રહ વધશે જેથી ભુગર્ભ જળ સ્તર ઉંચા આવશે અને ખેડૂતોનો તેનો લાભ મળશે. હાલ તળાવ ઉંડુ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.