- છેલ્લા દોઢેક વર્ષથી રોડ બિસમાર, તંત્ર બેધ્યાન
- પૂર્વ ધારાસભ્યને રજૂઆતો કરી હતી
- રસ્તા ઉપરથી પરિવહન કરનાર વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે
કપડવંજ તાલુકાના શેલગઢથી કેદારેશ્વર મહાદેવ સુધીનો રોડ બિસ્માર થઈ જતા પરિવહનમાં પ્રજાને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.આ બાબતે પૂર્વ ધારાસભ્યને રજૂઆતો કરી હતી.
કપડવંજ તાલુકાના શેલગઢના સરપંચ મહેન્દ્રસિંહ અમરસિંહ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા દોઢેક વર્ષથી વાડીયાના મુવાડા, શેલગઢ,નવી ઠુંચાલ,જુની ઠુંચાલ,રૂપજીના મુવાડા,બાવાના મુવાડા,તેલનાર અને પૌરાણિક યાત્રાધામ કેદારેશ્વર સુધીનો રોડ ઉબડ-ખાબડ અને બિસ્માર થઈ ગયો છે.આ રસ્તા ઉપરથી હાલના સંજોગોમાં વાહન લઈને પરિવાહન કરવું મુશ્કેલ બની ગયું છે. બિમાર લોકો સહિત વિદ્યાર્થીઓ, શિક્ષકો, અબાલ-વૃધ્ધો વગેરેને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા ઉપરથી પરિવહન કરનાર વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જ્યાં સુધી રસ્તાનું નવીનીકરણ ના થાય ત્યાં સુધી રોડ રિપેર થાય તેવી આ વિસ્તારના ગ્રામજનોની માંગણી છે.