- 3 વર્ષ પહેલાં કરેલી દરખાસ્ત હજુય પેન્ડિંગ
- રાજ્ય સરકારની મંજૂરી અર્થે દરખાસ્ત તૈયાર કરાવી હતી
- શાળાઓ-કોલેજો તથા ધંધા રોજગારનો વ્યાપ વધતા ટ્રાફિક સમસ્યા વધી છે
કપડવંજના પૂર્વ ધારાસભ્યએ કપડવંજના ટાઉનહોલથી નાની રત્નાકર માતા રોડ પહોળો કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. આ રોડ ઉપર સંખ્યાબંધ રહેણાંક સોસાયટીઓ, શાળાઓ-કોલેજો તથા ધંધા રોજગારનો વ્યાપ વધતા ટ્રાફિક સમસ્યા વધી છે. ધારાસભ્યના કાર્યકાળમાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ મારફતે રાજ્ય સરકારની મંજૂરી અર્થે દરખાસ્ત તૈયાર કરાવી હતી. જે લાંબા સમયથી પડતર રહી છે. તે પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી રોડના નવીનિકરણની માંગણી કરી છે.
3 વર્ષ પહેલાં કરેલી દરખાસ્ત હજુય પેન્ડિંગ
કપડવંજના પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ જણાવ્યું છે કે છેલ્લા એક દાયકાથી કપડવંજ નગરના ટાઉનહોલથી નાની રત્નાકર માતા મંદિર રોડ ઉપર દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા ગંભીર બનતી જાય છે. તેના નિવારણ માટે કપડવંજ-સોરણા-મીરાપુર રોડ પહોળો કરવા તથા નવીનીકરણ કરવા વર્ષ 2020માં R&B પંચાયત વિભાગ મારફતે રાજ્ય સરકારની મંજૂરી અર્થે દરખાસ્ત તૈયાર કરાવી હતી.