- નગરપાલિકાની કચરાપેટી અને વાહનોમાં કચરો નાખવાની અપીલ કરવામાં આવી
- નગરપાલિકા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહયા છે
- જાહેર સ્થળો ઉપર નાખતા જાહેર સ્થળો ગંદા થઇ રહ્યા છે
કડીમાં આવેલા જાહેર સ્થળોને સાફ રાખવા માટે નગરપાલિકા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહયા છે.પરંતુ નગરજનો અને વેપારીઓ પોતાની દુકાન કે ઘરનો કચરો કચરાપેટીની જગ્યાએ જાહેર સ્થળો ઉપર નાખતા જાહેર સ્થળો ગંદા થઇ રહ્યા છે. જેથી પાલિકા દ્વારા આવા જાહેર સ્થળો ઉપર કચરો નાખનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે નક્કી કરવામાં આવ્યું છે.
સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે કડી શહેરને સ્વચ્છ રાખવા માટે કડી નગરપાલિકા દ્વારા જોરદાર મહેનત કરવામાં આવી રહી છે.કડી પાલિકા પ્રમુખ ભરતભાઇ પટેલ અને ચિફ ઓફિસર કલ્પેશભાઇ ભટ સહિત કોર્પોરેટરોનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છ કડી સુંદર કડી બનાવવા પ્રયાસો હાથ ધરી રહ્યાં છે.જેમાં કડીના રસ્તા હોય કે સોસાયટીઓ, પોળ અને ગલીઓનો વિસ્તાર, હોસ્પિટલ, મંદિરો કે સરકારી શાળાો દરેક જગ્યાઓ ઉપર સફાઇ અભિયાન હાથ ધરીને તમામને સ્વચ્છ કરવામાં આવ્યા છે પરંતુ કડીના નગરજનોને સફાઇ પસંદના હોય તેવી રીતે પોતાના ઘર કે દુકાનનો કચરો રોડ રસ્તા ઉપર ઠાલવી દેતા હોય છે કે જાહેર સ્થળો ઉપર નાંખી દેવામાં આવતા ફરીથી આ સ્થળો ગંદકીથી ખદબદી ઉઠે છે.આ જાહેર સ્થળો ગંદકીથી ખદબદી ન ઉઠે અને સ્વચ્છતા જળવાય તે હતુથી નગરપાલિકા દ્વારા આવા જાહેર સ્થળો ઉપર કચરો નાખનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું નક્કી કરાયું છે.
શહેરનું મંદિર હોય, હોસ્પિટલ હોય,શાળા કે પછી બસ સ્ટેન્ડ આવા જાહેર સ્થળ ઉપર કચરો ફેકનાર ઇસમો સામે પાલિકા હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરનાર છે.જેથી જાહેરમાં હવે પોતાનો કચરો નહી નાખી કચરો કચરાપેટીમાં જ નાખવાનો કે પોતાના ત્યાં આવતા પાલિકાના વાહનમાં નાખવો જો જાહેર સ્થળ ઉપર કચરો નાખ્યો તો નગરજનોની ખેર નથી.