- માથાસુર અને અલદેશનમાં કાચા મકાનો ધરાશાયી
- વડપુરામાં વૃક્ષ પડયું, લક્ષ્મીપુરા ગામે તબેલાનો શેડ હવામા ઊડયો
- શનિવાર દિવસ દરમિયાન સવારથી વરસાદ સામાન્ય જોવા મળ્યો હતો
બિપરજોય વાવાઝોડા બાદ શરૂ થયેલ વરસાદના પગલે કડી પંથકમાં શુક્રવાર અને શનિવાર બે દિવસથી પવન સાથે એક ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. શનિવાર દિવસ દરમિયાન સવારથી વરસાદ સામાન્ય જોવા મળ્યો હતો. જ્યાં કડી તાલુકાના માથાસુર અને અલદેસણમાં માટીના કાચા મકાન ધરાશાયી થયા હતા. જ્યારે લક્ષ્મીપુરા ગામે તબેલાનો શેડહવામા ઉડયો હતો. આ ઉપરાંત ગામમાં વખળાનું ઝાડ ધરાશાયી થયું હતું. વડપુરા ગામે પણ વૃક્ષો ધરાશાયી થયાની ઘટનાઓ સામે આવી છે.