ભારતે શ્રીલંકાને હરાવી એશિયા કપ મેળવી લીધો છે. શ્રીલંકાની આખી ટીમ માત્ર 50 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. મોહમ્મદ સીરાજે 6 વિકેટ ઝડપી હતી. બીજી તરફ બુમરાહે 1 અને હાર્દિક પંડ્યાએ 3 વિકેટ લીધી હતી. ભારતે 6.1 ઓવર બેટિંગ કરી મેચ અને એશિયા કપ જીતી લીધો હતો. જેથી ભારતીય ટીમને પુરસ્કાર તરીકે $150000 મળ્યા હતા. જ્યારે રનર અપ શ્રીલંકાને $75000 મળ્યા છે.
ફાઇનલ મેચમાં સ્માર્ટ કેચ ઓફ મેચ બદલ રવિન્દ્ર જાડેજાને 3000 ડોલર મળ્યા હતા. ફાઇનલમાં 6 વિકેટ લેનાર સિરાજને પ્લેયર ઓફ ધી મેચનો ખિતાબ મળ્યો હતો. તેને 5000 ડોલરનું ઈનામ અપાયું હતું.
ગિલે 6 ઇનિંગમાં 302 રન બનાવ્યા
એશિયા કપમાં કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધી સિરીઝ જાહેર કરાયો હતો. તેણે ચાર મેચમાં 9 વિકેટ લીધી હતી. તેને 15000 ડોલર મળ્યા હતા
એશિયા કપમાં સૌથી વધુ રન શુભમન ગિલે બનાવ્યા હતા. તેણે 6 ઇનિંગમાં 302 રન કર્યા હતા. તેણે એક સદી અને બે અર્ધ સદી ફટકારી હતી.
એશિયા કપ 2023માં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર બાબતે બાબર આજમને સત્કારવામાં આવ્યો હતો. તેણે ટુર્નામેન્ટમાં નેપાળ સામે 151 રન કર્યા હતા. 131 બોલમાં તેણે 14 ફોર અને 4 સિક્સર મારી હતી.
સૌથી વધુ વિકેટ ટેકર
મથીશા પથીરાનાને એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેવા બદલ ખિતાબ મળ્યો હતો. તેણે 6 ઈનિંગમાં કુલ 11 વિકેટ લીધી હતી. તેની એવરેજ 24.54ની અને ઇકોનોમિ 6.61 રહી હતી.
આ પણ વાંચો:
IND vs AUS- રાહુલને સોંપી દીધી કેપ્ટન્સી, WORLD CUP પહેલા ભારત માટે મહત્વની સીરિઝ, કોનું પલડું ભારે?
એશિયા કપ 2023નો બેસ્ટ બોલિંગ ફિગર્સનો ખિતાબ મોહમ્મદ સિરાજને મળ્યો હતો. શ્રીલંકા સામે 7 ઓવરમાં 21 રન આપી તેણે 6 વિકેટ લીધી હતી.
આ પ્લેયર કર્યા સૌથી વધુ કેચ
મોસ્ટ કેચનો ખિતાબ ફખર ઝમાનને મળ્યો હતો. તેણે 5 ઇનીંગમાં 4 કેચ ઝડપ્યા હતા. વિકેટકીપર દ્વારા સૌથી વધુ આઉટ કરવાનો ખિતાબ મોહમ્મદ રિઝવાનને મળ્યો હતી. તેણે ટુર્નામેન્ટમાં 8 કેચ, 1 સ્ટમ્પિંગ કર્યા હતા.
સાનિયા મિર્ઝાનાં 10 સુંદર ફોટોઝ, પતિ શોએબ સાથે બગડયું કે શું?
અહીં ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2023 16મી આવૃત્તિ હેઠળ 12 લીગ મેચ અને કુલ 13 મેચ રમાઇ હતી. 19 દિવસ ચાલેલી ટુર્નામેન્ટમાં 6 ટીમ રમી હતી. ભારતે શ્રીલંકાને હરાવી એશિયા કપ કબ્જે કર્યો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર