હેમંત ગામીત, તાપી: તાપીના ડોલવણ તાલુકાના પાટી ગામનાં પ્રદિપ પટેલ નામના આદિવાસી યુવાનની કાંડા ઘડિયાળ બનાવવાની અનોખી પહેલ જોઇ તમે ખુશ થઇ જશો. આદિવાસી સમુદાય સદીઓથી પ્રકૃતિ સાથે સંકળાયેલા રહ્યાં છે અને ધરતી પર પર્યાવરણનું સંતુલન ખોરવાઈ રહ્યું છે ત્યારે પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરવા માટે આ ઘડિયાળ દ્વારા આ આદિવાસી યુવાને લોકોને મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે. આ કાંડા ઘડિયાળની મુખ્ય ખાસિયત એ છે કે આ ઘડિયાળના કાંટા અન્ય ઘડિયાળ કાંટાથી અલગ ઉલટી દિશામાં ફરે છે. તેમજ આ ઘડિયાળમાં પ્રકૃતિના પાંચ રંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અન્ય ઘડિયાળ કરતાં ખાસ્સું આકર્ષણ જમાવે છે.
આદિવાસી સમાજ એ હંમેશા પોતાની પ્રકૃતિ સાથે જોડાયેલો સમાજ છે અને આદિવાસી સમાજ એ પ્રકૃતિ પ્રેમી છે પરંતુ આજના સમયમાં પોતાના સમાજની પ્રકૃતિને જાળવી રાખવા માટે હવે આદિવાસી સમાજના વડીલોની સાથે યુવાનો પણ પોતાની પ્રકૃતિને કેવી રીતે બચાવી શકાય કે સાચવી શકાય તે માટે હવે યુવાનો પણ આ પ્રકૃતિને જીવિત રાખવા માટે આગળ આવી રહ્યા છે. જેમાંના જ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાટી ગામના પ્રદિપ પટેલ નામના એક યુવકે એક આદિવાસી સમાજને પ્રકૃતિને સબંધિત સંદેશો આપતી એક કાંડા ઘડિયાળ બનાવી છે.
પ્રદિપ પટેલ આ ઘડિયાળનું વેચાણ આદિવાસીના અલગ-અલગ સમાજમાં તેમજ બજારમાં કરી રહ્યા છે. આ ઘડિયાળની ખાસિયત એ છે કે આ કાંડા ઘડિયાળ જે રેગ્યુલર કાડા ઘડિયાળના કાંટા સીધા ચાલે છે પરંતુ આ કાંડા ઘડિયાળના કાંટા ઉંધા ચાલે છે. જેને આ આદિવાસી યુવક દ્વારા બનાવવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, આજે સમગ્ર દેશ સહિત વિશ્વ જે ગતિએ આગળ વધી રહ્યો છે અને ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યો છે પરંતુ તમામે ફરી આપણી જે તે સમાજની જૂની પ્રકૃતિમાં ફરી પાછું આવનારા વર્ષોમાં વળવું પડશે. અને આ યુવાન ઉંઘી કાંડા ઘડિયાળ દ્વારા એક સંદેશ આપવા માંગે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
- First Published :