Valvod ONGC Site Fire : આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાલવોડ ગામમાં આવેલી ONGCની સાઈટ પર આગ લાગવાની ઘટના બની છે. ONGCની 7 નંબરની વેલ(તેલના કૂવા)માં અચાનક આગ ભભૂકી ઉઠતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, ફાયરની ટીમ મોડી આવી હોવાનો પણ આરોપ લાગ્યો છે.
પ્લાન્ટની આસપાસ રહેણાંક વિસ્તાર ના હોવાથી લોકોની અવર જવર ન હતી, પરંતુ આસપાસ ખેતરો છે તો તેમાં ખેડૂતો કે ખેતમજૂરો હોઈ શકે તેવી આશંકા છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દૂર દૂર સુધી કાળા ડિબાંગ ધૂમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળી રહ્યા છે. ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ પણ વાંચો : ‘2 જિલ્લાના ખેડૂતોને વગર વ્યાજે લોન મળશે’, રાજકોટ જિલ્લા સહકારી બેંકની મોટી જાહેરાત