આજના તાજા સમાચાર – Today Latest News in Gujarati 4 January 2025 LIVE

0
37

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 4 January 2025 LIVE, આજના તાજા સમાચાર: દેશભરમાં ઠંડીનો દોર યથાવત છે. સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીથી ત્રસ્ત છે. દિલ્હી-NCR સહિત ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી છે. જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સેંકડો ફ્લાઈટ અને ટ્રેનો મોડી પડી છે. જેના કારણે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. IMD અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં 6 જાન્યુઆરી સુધી વરસાદની શક્યતા છે.

દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે એડવાઈઝરી જારી કરી છે કે ધુમ્મસને કારણે કામગીરી પ્રભાવિત થશે. મુસાફરોને અપડેટ માટે એરલાઇન્સનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે. દિલ્હી એરપોર્ટ પર આજે સવારે 90થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી છે. શ્રીનગર, ચંદીગઢ, આગ્રા, લખનૌ, અમૃતસર, હિંડોન અને ગ્વાલિયર એરપોર્ટ પર ઝીરો વિઝિબિલિટી નોંધવામાં આવી છે.

‘હું જલ્દી નિવૃત્ત થવાનો નથી’, ભારતના પ્લેઇંગ 11માંથી બહાર થયા બાદ રોહિત શર્માનું પહેલું નિવેદન

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની સિડની ટેસ્ટ મેચના બીજા દિવસે લંચ બ્રેક દરમિયાન એક બ્રોડકાસ્ટર સાથેની મુલાકાતમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં તેના ભવિષ્ય વિશેની અટકળોનો જવાબ આપ્યો. આ ઇન્ટરવ્યુમાં, રોહિત શર્માએ નવા વર્ષની ટેસ્ટ મેચ પહેલા ડ્રેસિંગ રૂમમાં શું થયું તે વિશે વિગતવાર વાત કરી અને નજીકના ભવિષ્ય માટે તેની યોજનાઓ વિશે પણ વાત કરી. રોહિતે કહ્યું કે સિડની ટેસ્ટમાંથી બહાર રહેવાનો તેનો નિર્ણય મુશ્કેલ પરંતુ સમજદાર હતો, પરંતુ તેનાથી તેનું ભવિષ્ય બદલાશે નહીં.

ગાંધીનગરમાં સાડા ત્રણ ડિગ્રીથી વધુ તાપમાન ગગડ્યું

ગુજરાતમાં એક તરફ ઠંડીનો પારો ઉચકાઈ રહ્યો છે ત્યારે રાજ્યના પાટનગરમાં એક જ દિવસમાં સાડા ત્રણ ડિગ્રી વધુ તાપમાન ગગડ્યું હતું. શુક્રવારના દિવસે ગાંધીનગરમાં 10.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે ગુરુવારના દિવસે 14.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે મેગાસિટી અમદાવાદમાં ઠંડી 15 ડિગ્રી લઘુતમ તાપમાનમાં યથાવત રહ્યું હતું.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here