Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 19 December 2024 LIVE, આજના તાજા સમાચાર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આંબેડકર અંગેના નિવેદન બાદ સંસદમાં મડાગાંઠ વધી ગઈ હતી. આજે ભાજપ અને કોંગ્રેસ બંનેએ વિરોધ કર્યો હતો. આ પછી બીજેપી સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી સંસદ સંકુલમાં જતા સમયે ઘાયલ થયા હતા. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમને રાહુલ ગાંધીએ દબાણ કર્યું હતું.
પોતાની ઈજા અંગે પ્રતાપ ચંદ્ર સારંગીએ કહ્યું કે તેઓ સીડી પર ઉભા હતા અને તે દરમિયાન તેમને રાહુલ ગાંધીએ ધક્કો માર્યો, જેના કારણે એક સાંસદ તેમના પર પડી ગયો. આવી સ્થિતિમાં સાંસદ સારંગી પર પડ્યા, જેના કારણે તેઓ પણ પડી ગયા. સારંગીને માથામાં ઈજા થઈ હતી અને તેને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. સાંસદને રામ મનોહર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો
કોંગ્રેસના સાંસદો કેસી વેણુગોપાલ, કે સુરેશ અને માનિકમ ટાગોરે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે અમે મકર ગેટથી સંસદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે વિરોધ કરી રહેલા સાંસદોને શારીરિક રીતે પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર શાસક પક્ષના ત્રણ સાંસદોએ હુમલો કર્યો હતો.
ભાજપ પોલીસ ફરિયાદ કરશે
ભાજપના સાંસદો સાથે મારામારીનો મુદ્દો વધી રહ્યો છે અને પાર્ટી રાહુલ ગાંધી પર પ્રહારો કરી રહી છે. ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજ અને અનુરાગ ઠાકુર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. સાંસદો રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિરુદ્ધ ફરિયાદ કરશે.
કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, 5 આતંકવાદીઓ ઠાર
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ગુરુવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે શંકાસ્પદ આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ બુધવારે રાત્રે જિલ્લાના બેહીબાગ વિસ્તારના કદ્દર ગામને ઘેરી લીધું અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
અધિકારીઓએ જણાવ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો, જેના પછી સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. ઘટના અંગે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
પીએમ મોદીએ PMNRFએ વળતર આપવાની કરી
આ સાથે પીએમ મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ હેઠળ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવાની જાહેરાત કરી છે. નેવીના ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને એફઆઈઆર નોંધવામાં આવી છે. આ સિવાય ઘાયલ લોકો માટે 50 હજાર રૂપિયાની રકમની જાહેરાત કરવામાં આવી છે.
7.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું
ગુજરાતમાં અત્યારે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે ત્યારે તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં 7.5 ડિગ્રીથી લઈને 18.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. જેમાં નલિયા 7.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. તો ઓખામાં 18. 6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.