દાહોદ: રાજ્યમાં મોટા ભાગે દારૂના જથ્થાઓનો પોલીસ દ્વારા નાશ કરવામાં આવતો હોય છે. જોકે આજે દાહોદમાં જે દૃશ્યો સર્જાયા તેને જોઈને તમે પણ નવાઈમાં મુકાઈ જશો. અહીંયા પોલીસ દ્વારા કુલ 1 કરોડ 47 લાખથી વધુના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. જેના ડ્રોન ફૂટેજ પણ સામે આવ્યા છે. જે જોઈને તમને એવું લાગશે કે જાણે કે નીચે દારૂની નદી વહી રહી છે. જોકે આ દારૂની નદી નથી વહી રહી પરંતુ આ તો જે દારૂનો નાશ કરવાનો છે તેનો જથ્થો છે.
મોટા પ્રમાણમાં દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જેમાં જે સમયે આ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે મામલતદાર અને પ્રાંત અધિકારી પણ તે સમયે ત્યાં હાજર હતા. આ જે દારૂનો જથ્થો છે તે કુલ 6 પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડવામાં આવેલો જેમાં ગેરકાયદેસર રીતે આ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. જેને લઈ પોલીસ દ્વારા આ દારૂના જથ્થાને સીઝ કરવામાં આવ્યો હતો.
હજારો બોટલો પર રોલર ફેરવી દેવામાં આવ્યું જેમાં દારૂની બોટલો કચડાઈ ગઈ ત્યારે જાણે કે નીચે દારૂની નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. દેવગઢ બારિયા તાલુકાના સિંગેડી ગામે ખુલ્લી જગ્યામાં આ દારૂ પર બુલડોઝર ચડાવી દેવામાં આવ્યો હતો. તે સમયે સ્થળ પર જોવા જેવા દૃશ્યો સર્જાયા હતા જેનો ડ્રોન વીડિયો પણ તમે ઉપર જોઈ શકો છો કે કેવી રીતે આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, લીમખેડા તેમજ દેવગઢ બારિયા પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 1 કરોડ 47 લાખથી પણ વધુ દારૂનો આ જથ્થો હતો જેનો નાશ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા રહેણાંક મકાનમાંથી આ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેનો બધાની વચ્ચે સરાજાહેર નાશ કરવામાં આવ્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર